Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ગુજરાતમાં ટુરીઝમ સર્કિટ માટે કેન્દ્રએ રૂ. ૨૯૨.૯૫ કરોડ મંજૂર કર્યાઃ અત્યાર સુધીમાં રૂ. ૮૩.૫૫ કરોડની ચૂકવણી કરી દેવાઇ

પ્રવાસન રાજ્ય મંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર

જામનગર તા. ૯ : કેન્દ્ર સરકારે ગુજરાતમાં સ્વદેશ દર્શન – ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ થીમ-બેઝડ ટૂરીસ્ટ સર્કિટ માટે ત્રણ હેરીટેજ સર્કિટ અને પ્રસાદ – નેશનલ મિશન ઓન પિલગ્રિમેજ રિજુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ, હેરીટેજ ઓગમેન્ટેશન ડ્રાઇવ અંતર્ગત બે યાત્રાધામોને વિકસાવવા માટેની દરખાસ્તો મંજૂર કરી છે. આ હેતુ માટે કેન્દ્રએ ઉપર મુજબની બે જુદી-જુદી યોજનાઓ હેઠળ રૂ.૨૯૨.૯૫ કરોડ મંજૂર કર્યા છે. કેન્દ્રીય પ્રવાસન રાજય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી કે.જે.આલ્ફોન્સે માર્ચ ૭, ૨૦૧૮દ્ગક્ન રોજ રાજયસભામાં સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના ઉત્ત્।રમાં આ માહિતી ઉપલબ્ધ કરાવી હતી.

મંત્રીશ્રીના નિવેદન અનુસાર સરકાર અમદાવાદ-રાજકોટ-પોરબંદર-બારડોલી-દાંડી અને વડનગર-મોઢેરા-પાટણ એમ બે હેરીટેજ સર્કિટ અને જૂનાગઢ-ગીર-સોમનાથ-ભરૂચ-કચ્છ-ભાવનગર-રાજકોટ-મહેસાણા બુધ્ધિસ્ટ સર્કિટ વિકસાવશે. તેમણે જણાવ્યું હતું કે સરકાર પ્રસાદ યોજના હેઠળ દ્વારકા અને સોમનાથ એમ બે યાત્રાધામોનો વિકાસ કરશે. આ પ્રોજેકટો હાલમાં અમલીકરણના વિવિધ તબક્કાઓમાં છે, એમ નિવેદનમાં જણાવ્યું હતું.

મંત્રીશ્રીના નિવેદન અનુસાર સરકારે અમદાવાદ-રાજકોટ-પોરબંદર-બારડોલી-દાંડી હેરીટેજ સર્કિટ માટે રૂ.૯૩.૪૮ કરોડ મંજૂર કર્યા છે અને તેમાંથી રૂ.૧૮.૭૦ કરોડ ચૂકવી દીધા છે, જયારે વડનગર-મોઢેરા-પાટણ હેરીટેજ સર્કિટ માટે રૂ. ૯૯.૮૧ કરોડ મંજૂર કર્યા છે અને તેમાંથી રૂ.૪૪.૯૧ કરોડ ચૂકવી દીધા છે. જૂનાગઢ-ગીર-સોમનાથ-ભરૂચ-કચ્છ-ભાવનગર-રાજકોટ-મહેસાણા બુધ્ધિસ્ટ સર્કિટના વિકાસ માટે સરકારે મંજૂર કરેલા રૂ.૩૫.૯૯ કરોડમાંથી રૂ.૭.૨૦ કરોડની ચૂકવણી કરી દેવાઈ છે. પ્રસાદ યોજના અંતર્ગત દ્વારકા અને સોમનાથના વિકાસ માટે અનુક્રમે રૂ.૨૬.૨૩ કરોડ અને રૂ.૩૭.૪૪ કરોડ મંજૂર કર્યા છે અને તેમાંથી અનુક્રમે રૂ.૫.૨૫ કરોડ અને રૂ.૭.૪૯ કરોડની ચૂકવણી કરી દીધી છે, એમ મંત્રીશ્રીના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સ્વદેશ દર્શન – ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ થીમ-બેઝડ ટૂરીસ્ટ સર્કિટ માટે ત્રણ હેરીટેજ સર્કિટ અને પ્રસાદ – નેશનલ મિશન ઓન પિલગ્રિમેજ રિજુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ, હેરીટેજ ઓગમેન્ટેશન ડ્રાઇવ હેઠળ પ્રવાસન મંત્રાલય રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રવાસન માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે ભંડોળ પુરું પાડે છે.

શ્રી નથવાણી પ્રવાસન સર્કિટના વિકાસ તથા પ્રવાસન સ્થળોના વિકાસ માટેની જુદી-જુદી યોજનાઓ માટે રાજય સરકારો તરફથી આવેલી દરખાસ્તો તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલી અને ખર્ચ કરવામાં આવેલી રકમ અંગે જાણવા માંગતા હતા.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ઉપર જણાવ્યા મુજબની યોજનાઓ હેઠળ રાજય સરાકરો તથા કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી દરખાસ્તો રજૂ કરવાની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. જો કે, ભંડોળની ઉપલબ્ધતા, વિસ્તૃત પ્રોજેકટ રીપોર્ટ, માર્ગદર્શિકાઓના પાલન અને અગાઉ આપવામાં આવેલા ભંડોળના ઉપયોગ સહિતના પરિબળોને આધારે પ્રોજેકટને મંજૂર કરવામાં આવે છે, એમ તેમણે જણાવ્યું હતું.(૨૧.૨૩)

 

(4:29 pm IST)