Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

રાત્રે-સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ

જો કે બપોરે ધોમધખતા તાપ સાથે આકરો ઉનાળો

રાજકોટ તા.૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે અને ગરમીમા ઠંડીની અસર વર્તાઇ રહી છે.

જો કે સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર સાથે આકરા ઉનાળાનો અનુભવ થઇ રહ્યો છે.

જામનગર

જામનગરઃ શહેરનુ તાપમાન ૩૪.૫ મહત્તમ, ૧૮ લઘુતમ, ૮૩ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૬.૮ કિ.મી.પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

જુનાગઢ

જુનાગઢઃ સોરઠમાં તાપમાન માજે આશિક વધારો થયો છે

સવારનું લઘુતમ તાપમાન વધીને ૧૯.૫ ડિગ્રી નોંધાયુ હતુ જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૫.૨ મિની રહી હતી.

લઘુતમ તાપમાન વધવાની સાથે સવારથી અગ્નિવર્ષા પણ શરૂ થઇ ગઇ છે.

(1:00 pm IST)