Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

પોરબંદરમાં શિક્ષણના નામે સરસ્વતી વંદનાની માત્ર વાતો ?

પોરબંદર તા. ૯ :.. કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા - રાજય સભામાં રાઇટ - ટુ - એજયુકેશન યાને શિક્ષણનો કાયદો ઘડવામાં આવેલ છે.

અમલીત બનેલ કાયદામાં માધ્યમિક ધોરણ સુધી મફત જોગવાઇ બનાવી છે. અને સમાવેશ કરવામાં આવેલ છે. કન્યા કેળવણી પણ મફત મહાવિદ્યાલય કોલેજ સુધી આપવા મેળવવાની જોગવાઇ છે.

સરકારશ્રી આ કાયદા પ્રમાણે મફત શિક્ષણ આપવા મેળવવા જાહેરાત કરાય છે. જયારે બીજી ખુદ સરકારશ્રીની ખાનગી શાળા - કોલેજો માન્યતા આપી નિયમ-કાયદાને પાંગળા-લુલો બનાવી દીધેલ છે.

શિક્ષણ ફી અંગે શિક્ષણના નામે ફી વસુલીમાં ઉઘાડી લૂંટ થતી હોય તેવું ચિત્ર ઉભુ થયેલ છે. અને દિન પ્રતિદિન ઉભુ થતું જાય છે.

ન્યાય મંદિરમાં જાહેર હિતની અરજીઓ દાખલ કરવામાં આવે છે. ન્યાય મંદિરમાં દાખલ થયેલ અરજીઓની ચકાસણી થાય અરજદારો - પક્ષકારો અને સામા પક્ષે જે તે ર્સ્પશ થતો હોય. સરકારને સાંભળવામાં આવે છે. બચાવની તક અપાય છે. તે આધારે કાર્યવાહી હુકમ પણ થાય છે. પણ તેની અસર કેટલી ? અમલ પણ કેટલો ? તે પ્રશ્ન છે.દેશી રજવાડાના સમયમાં શિક્ષણ સંસ્થા સરસ્વતી મંદિરોને શાંત વાતાવરણ સાથે પ્રદુષણ મુકત આરોગ્ય લક્ષી વાતાવરણ ખાસ રાખવામાં આવતું અને જયાં વસ્તીનું આવક જાવક પ્રમાણ હોય. અભ્યાસ કરતા બાળકો-વિદ્યાર્થી માટે વ્યાયામ-કસરત-રમત ગમત માટે ખુલ્લી જગ્યા ફરજીયાત રાખવામાં આવતી આજે વર્તમાન સ્થિતિમાં અદ્રશ્ય બની ગયેલ છે. કેટલીક  ખાનગી શાળાઓમાં તો નિયમનું પાલન થતું નથી. સત્ય જાણતા હોવા છતાં મૌન રહે છે. માત્ર સરસ્વતી વંદનાની વાતો કરે છે. જુની શાળાઓ બંધ થવા લાગી છે. હકિકત વિના મુલ્યે - મફતમાં માધ્યમિક ધોરણ શિક્ષણ મેળવવા માટે સરકારી શાળા વિદ્યાર્થી મળતા નથી. તેવા બહાના અને આશ્ચર્ય પમાડે તેવી હકિકત છે. સંખ્યાના અભાવે શાળા બંધ કરવી પડી છે.

જુઠાણું શાળાઓ બંધ કરાવે છે. રાઇટ ટુ એજયુકેશન... વાસ્તવમાં ભ્રમ ઉભો કરે છે. તેવી ફરીયાદો છે.

(11:44 am IST)