Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

'નન્હીપરી અવતરણ'... ગોંડલમાં ૪ દિકરીઓના જન્મની વધામણી

રાષ્ટ્રીય મહિલા દિનની અનોખી ઉજવણી

ગોંડલ, તા. ૯ : અહીંયા ગઇકાલે રાષ્ટ્રીય મહિલા દિન અંતર્ગત 'નન્હી પરી અવતરણ'માં દિકરીના જન્મને વધાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ગોકુલ હોસ્પિટલ ખાતે જન્મેલી બે દિકરીને પ ગ્રામ ચાંદીનો સિક્કો, મમતા કીટ, મીઠાઇનો ડબ્બો અને ગુલાબનું ફુલ ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત તેમના જયોતિ આદિત્યસિંહ, જયરાજપસિંહ જાડેજા, રોટરી કલબના મેમબર યોગેન્દ્ર ઠાકર, બ્લોક હેલ્થ ઓફીસર જી.પી. ગોયલ, અર્બન હેલ્થ ઓફીસર ડો. અગ્રાવત, આરબીએસકે ડો. દેવેન્દ્ર ચૌહાણ, ડો. રવિ, ડો. રાહુલ, તાલુકા હેલ્થ સુપરવાઇઝર જે.એમ. કાથરોટીયા, અર્બન હેલ્થ સુપરવાઇઝર નિરવ વ્યાસ સહિતતાની ઉપસ્થિતિમાં અર્પણ કરી વધામણા કરાયા હતાનં.

એવી જ રીતે મધુરમ હોસ્પિટલમાં પણ દિકરીનો જન્મ થતાં કીટ આપી વધામણા થઇ હતી... સાથે સાથે સબ ડીસ્ટ્રીક હોસ્પિટલમાં પણ દિકરીનો જન્મ થતાં રાજકોટ જિલ્લાના જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન કિરણબેન કિશોરભાઇ અંદિપરાએ કીટ આપી વધામણી કરી હતી. આ તકે તાલુકા હેલ્થ ઓફીસર ડો. ગોયલ, હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેટ ડો. ટાંક અને તાલુકા હેલ્થ ઓફીસના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(11:41 am IST)