Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ઉના પંથકની પરિણિતાને ત્રાસ આપી આપઘાતની ફરજ પાડવા અંગે પતિ-સાસુ-સસરાને ૪ વર્ષની સજા

ઉના તા. ૯ :.. ઉના તાલુકાનાં જૂની વીજડી ગામે પરણિતાને સંતાન થતા ન હોય  પતિ, સાસુ-સસરા એ દુઃખ ત્રાસ આપી મરવા મજબુર કરતાં ગળા ફાસો ખાઇ આત્મહત્યા કર્યાનાં બનાવમાં ૩ આરોપીઓને ૪ વરસની સખ્ત કેદની સજા ત્થા ૭ હજાર રૂપિયા દંડ ઉનાની એડીશનલ સેશન્સ કોર્ટ ફરમાવેલ હતો.

જાણવા મળતી વિગત મુજબ સાવર કુંડલા તાલુકાનાં દોલતી ગામની યુવતીનાં લગ્ન ૧૯૯પ માં ઉના તાલુકાની જૂની વાજડી ગામનાં કિશોરભાઇ ખીમજીભાઇ હડીયા સાથે લગ્ન  થયા હતાં લગ્ન જીવનનાં દસ વરસ સુધી કિશોરભાઇની પત્ની કમળાબેનને સંતાન ન થતાં તેમના પતિ કિશોરભાઇ સસરા ખીમજીભાઇ માલાભાઇ હડીયા, સાસુ, રૈયાબેન ખીમજીભાઇ હડીયા રે. જુની વાજડી વાળા તું વાંઝણી છે. તને બાળકો થતા નથી તેમ કહી મારકુટ તથા માનસીક ત્રાસ આપી પિયર પક્ષ ને બોલાવી તમારી દિકરીને રાખવી નથી તેમ કહી માવતર મોકલી આપી હતી. ત્યારબાદ પીયર પક્ષ વાળા જૂની વાજડી ગામે આવી સમાધાન કરી પાછી મુકી ગયા હતાં. અને તે સમય દરમ્યાન કમળાબેન બાળક થાય તે માટે અમદાવાદ સુધી સારવાર કરાવેલ પરંતુ બાળક ન થતાં અંતે કિશોરભાઇએ કમળાબેન પાસે સ્ટેમ્પ પેપરમાં સહી કરાવી ૧ માસ બાદ બીજા લગ્ન અન્ય યુવતી સાથે કરી લીધા હતાં. કમળાબેને તેમના માવતરને કહેલ કે હું મારે સાસરે રહીશ મારો રોટલો ત્યાં છે. તેથી ફરી પાછી જૂની વાજડી ગામે રહેવા આવેલ પરંતુ પતિ, સાસુ, સસરા માનસીક ત્રાસ આપતા હોય સહન ન થતાં ગત તા. ર૯-૪-૧૧ નાં રોજ જૂની વાજડી  ગામે પતિના ઘરે ગળા ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

આ અંગેની પોલીસમાં મરણ જનારના કાકા ઉકાભાઇ મગનભાઇ વાઘમસી રે. દોલતી તા. સાવર કુંડલા વાળાએ પતિ કિશોરભાઇ, સસરા ખીમજીભાઇ સાસુ રૈયાબેન રે. જુની વાજડી વાળા સામે ભત્રીજીને દુઃખ ત્રાસ આપી, મેણાટોણા મારી મરવા મજબુર કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ૩ આરોપીઓની ધરપકડ કરી હતી. ઉના કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યુ હતું.

ઉનાનાં એડીશનલ સેશન્સ કોર્ટના જજ શ્રી એસ. પી. તામંર્ગ આરોપી સામેનો કેસ સાબીત થતો હોય આરોપી કિશોર ખીમજી હડીયા, સસરા ખીમ માસાભાઇ હડીયા ત્થા સાસુ રૈયાબેન ખીમજીભાઇ હડીયાને માનસીક, દુઃખ ત્રાસની કલમ ૪૯૮- (ક) ૧૧૪ માં ર વરસની સખ્ત કેદ ત્થા દરેકને રૂ. ર હજાર દંડ ત્થા પરણિત કમનાબેનને મરવા માટે મજબુર કરવાના ગુના આઇપીસી ૩૦૬, ૧૧૪ નાં ગુનામાં ૪ વરસ સખ્ત કેદની સજા ત્થા રૂ. પ૦૦૦ દરેક ને દંડ ની સજા ફટકારી હતી. અને તમામ સજા એક સાથે ભોગવવાની રહેશે કોર્ટમાં કેસ ચાલ્યો તે દરમ્યાન ૩ આરોપી જામીન ઉપર હોય તેમને પકડી જેલ હવાલે કરવા હુકમ કરતા ૩ આરોપીને પકડી પોલીસે જેલ હવાલે કરેલ છે.

(11:40 am IST)
  • આલેલે... : યુપીની 11 માર્ચે યોજાનાર પેટાચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી અને ક્રિકેટર વિરાટ કોહલી બન્યા મતદારો : ગોરખપુરના સહજનવાંમાં મતદાર યાદીમાં નીકળ્યા નામો : વહીવટી તંત્ર થયું ઉંધા માથે : આ ગડબડી સામે આવ્યા બાદ સ્થાનીક નેતાઓ અને અધિકારીમાં મચી અફરાતફરી : ચુંટણી પંચે શરૂ કરી તપાસ access_time 4:36 pm IST

  • નીરવ મોદીના કૌભાંડ પૂર્વે 2017ના નાણાકીય વર્ષમાં પંજાબ નેશનલ બેંકે વિવિધ કૌભાંડોમાં 2800 કરોડ ગુમાવ્યા છે access_time 12:08 am IST

  • સુરતના કાપડના વેપારી તુલસીસિંહ રાજપૂતના પુત્ર અમિતનો મૃતદેહ મળ્યોઃ હત્યા થઈ હોવાનું પરીવારજનોનો આક્ષેપ : મૃતદેહ સ્વીકાર ઈનકાર access_time 5:54 pm IST