Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

વાંકાનેરમાં દબાણ હટાવ બાદ હવે રસ્તાઓ સમતળ કરવા-શૌચાલયની સુવિધા આપવા માંગણી

વાંકાનેર તા.૯: પાલીકા અને પોલીસના સહયોગથી શહેરભરમાં છેલ્લા ચારેક દિવસથી દબાણો, ઓટા,છાપરા, બેનરો તથા ટ્રાફિકને અડચણરૂપ રેંકડીઓને દૂર કરવામાં આવેલ છે શહેરભરમાં આ કામગીરીને વેપારીઓએ બીરદાવી છે જયારે રોજનું લઇને રોજનું ખાતા અને મજુરી કરતા મજુર વર્ગમાં આ કાર્યવાહી બાદ આક્રોશ છે.

પાલીકાએ ભૂતકાળમાં પુલદરવાજા નજીક બસ સ્ટોપ પાસે ખાણી પીણીની અલગ વ્યવસ્થા, લાઇટ કનેકશનો સાથે આપેલ હતી જે ખાણી પીણી દબાણોના કારણે ગાયબ થઇ છે. માત્ર લાકડાના ખાંભાઓમાં ઇલેકટ્રીકના મીટરો માત્ર જોવા મળે છે. પાલીકા આંબેડકર ભવનમાં પાલીકામાં કામે જતા લોકોને એવો ભાસ થાય છે કે ઓફિસમાં પ્રવેશતાની સાથે જ કાયમી ખરાબ બદલુ સહન કરવી પડે છે અને રોગચાળો થાય તેવી ખરાબ ગંદકીના દર્શન થાય છે. આ ગંદકીનું કારણ નગરપાલીકા ઓફિસ ઉપર  શહેરની બકાલા માર્કેટ હાઇ, તેનો સડેલો કચરો, બકાલુ અહી ઠલવાય છે.

ટાઉન હોલમાં પ્રવેશતા દરવાજા પાસે રોગચાળો ફેલાય તેવી ભયંકર ગંદકી અને ઢોરવાડો જોવા મળે છે શહેરમાં અન્યત્ર પણ ગંદકીઓ ઠેર ઠેર જોવા મળે છે વર્તમાન ઝુબેશથી જયાં જયાં દબાણો કુટાવાયા તો પણ ગંદકી-કચરાઓના ઢગ સફાઇ, વિના યથાવત જોવા મળે છે પાલીકા દ્વારા 'ગંદવાડ ત્યાં મંદવાદ'ના સ્લોગનો તો દિવાલો પર લખેલા જોવા મળે છે પણ દબાણોની સાફસુફીથી વધુ મહત્વની આરોગ્ય માટે જોખમી ગંદકીની સફાઇની કામગીરી ન થતી હોવા અંગે પણ રોશ જોવા મળે છે.

દબાણ હટાવ કામગીરી હવે પૂર્ણ થવા પર છે. ત્યારે રોડ સમતળ બનાવવા શૌચાલય સુવિધા પ્રત્યે પણ પાલીકાએ ધ્યાન આપવું અનિવાર્ય છે રાજકોટ રોડ પર બની રહેલા પુલ પાસે ડાયવર્ઝન ન કાઢતા બાજુમાં આવેલા વિસ્તારોમાં જવા-આવવા શહેરભરનો આંથે ખાય ત્યારે ઘેર પહોંચી શકાય છે એવું પણ ચર્ચાય છે કે, ગત વિદ્યાનસભા ચુંટણીમાં જે ઉમેદવાર હાર્યા અને જે જીત્યા, તેની પ્રતિક્રિયાઓ હાલની ઝુબેશમાં જોવા મળી છે.

(11:39 am IST)