Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

સોમનાથ પંથકમાંછેલ્લા એક દોઢ વરસથી ખેતી-મિલ્કતની એન્ટ્રી ઠપ્પ

પ્રભાસ-પાટણ, તા. ૯ : સમગ્ર સોમનાથ પંથકનો વિધાનસભા વિસ્તાર તેના પ૩ ગામો અને વેરાવળ-પાટણ શહેર છેલ્લા એક દોઢ વરસથી મામલતદાર ઓફીસના 'ઇ' ધરા કેન્દ્રમાં નોંધણી કરાતી નથી અને પોતાની જ મિલ્કત અને નિયમ તથા કાનુન મુજબ એન્ટ્રી કરાવવા માગતા લોકો પારાવાર હાલાકી માયુસ ચહેરે ભોગવી રહ્યાં છે.

કઇ એન્ટ્રી બંધ છે ? બીનખેતીમાં વારસાઇ કરાવવી હોય તો તે બંધ છે. બીનખેતીમાં હકક-કમી કરવાનું બંધ છે. સબ પ્લોટના ટુકડા કર્યા હોય તો તેની એન્ટ્રી પણ બંધ છે.

આને કારણે શું અસર ? : આ કામગીરી ઠપ્પ હોવાને કારણે આર્થિક લે-વેંચ એન્ટ્રીના અભાવે થતી નથી અને પોતાની જ મિલ્કત હોવા છતાં વારસદારોના નામ સબંધકર્તાઓ ચઢાવી શકતા નથી. તદ્ઉપરાંત સોમનાથ પંથક ગરીબ-મધ્યમ વર્ગ વસ્તી ધરાવતો તાલુકો હોઇ કોઇ એક માણસ આખો પ્લોટ લઇ શકે નહીં, પરંતુ એ પ્લોટના સબ પ્લોટ હુકડા ખરીદી શકે પણ એ સ્વપ્નુ પણ સાકાર થઇ શકતું નથી. કારણ કે ખરીદેલ સબપ્લોટની એન્ટ્રી જ કરવાનું બંધ હોઇ નાની મુડીવાળા માણસો પ્લોટનો ટુકડો પણ ખરીદી શકતા નથી.

આવું જ એન્ટ્રી અભાવે ગામતળની વારસાઇ બંધ છે અને સામે ચાલી મકાનની મંજુરી લેવા જાય તેમાં પણ સીંગલ વીન્ડો ન હોઇ લોકો પારાવાર યાતમાં ભોગવે છે અને ન છૂટકે બાંધકામ શરૂ કરી મપડશે તેવી દેવાશે નીતિ અપનાવી બાંધકામ શરૂ કરી દે છે પણ મંજુરી તો મળતી જ નથી.

કેમ એન્ટ્રી બંધ છે ? સતાધીશોનો સંપર્ક સાધતા ઉપરથી કોમ્પ્યુટરનો અપડેટ થાય છે તેને કારણે આ બંધ છે. ચાલુ કરવા માટે જાણ કરી છે. ગતિશીલ ગુજરાતની આ તે કેવી ગતિ વરસ-દોઢ વરસ વીત્યા છતાં હજુ કોમ્પ્યુટર અપડેટ થયું નથી.

(11:38 am IST)