Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

વિચારવાયુથી કંટાળીને કાલાવડમાં ભાવેશે ઝેર પીધું

કોળી યુવાન નવાગામથી બે દિ' પહેલા જ માતા સાથે મજૂરી કરવા કાલાવડ ગયો'તો

રાજકોટ તા. ૯: કાલાવડમાં ધાર્મિકભાઇ પટેલની વાડીમાં ભાવેશ ખોડુભાઇ પરમાર (ઉ.૨૮) નામના કોળી યુવાને ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

ભાવેશ બે ભાઇ અને બે બહેનમાં નાનો તથા કુંવારો છે. તેના માતા-પિતાના કહેવા મુજબ પોતે દસેક માસથી કાલાવડ છોડી રાજકોટના નવાગામમાં રહેવા આવ્યા છે. બે દિવસ પહેલા જ ભાવેશ અને તેના માતા કાલાવડ પટેલની વાડીએ મજૂરી  કરવા ગયા હતાં. વિચારવાયુથી કંટાળીને ભાવેશે આ પગલું ભર્યુ હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાલાવડ પોલીસને જાણ કરી હતી.

(11:36 am IST)