Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ડો. મોહન ભાગવતજીના નિવેદનનું ખોટુ અર્થઘટન, વાસ્‍તવીકતા જુદી : જયેશ જાની

રાજકોટ તા. ૯ : હળવદ બ્રહ્મમિત્ર મંડળના પ્રમુખ અને અખિલ ભારતીય બ્રાહ્મણ સંગઠનના કાયદાકીય સલાહકાર જયેશ જાનીએ એક નિવેદનમાં જણાવ્‍યુ છે કે આર.એસ.એસ.ના વડા મોહન ભાગવતજીએ એક કાર્યક્રમમાં ‘પંડીત' શબ્‍દનો ઉલ્લેખ કરીને જે વાત મુકી હતી તેનું ‘બ્રાહ્મણ' તરીકે ખોટુ અર્થઘટન કરી મુદ્દો ચગાવવાનો પ્રયાસ થયો છે.

નાત પાતના કોઇ ભેદ નથી શાષાોના આધારે પંડીતો (વિદ્વાનો) જાતિ આધારીત ઉંચ-નીચની વાત કરે છે તે જુઠી છે. તેવુ તેમનું કહેવાનું થતુ હતુ. પરંતુ મીડિયા બ્રોડકાસ્‍ટર્સ દ્વારા અનુવાદમાં ભુલ કરી બ્રાહ્મણોને ખોટી રીતે અથડાવી દીધા. ખરેખર તો ડો. મોહન ભાગવતજીએ સમાજની એકતા-અખંડીતતા અને ભારતને વિશ્વગુરૂ બનાવવા જે સંદેશ આપ્‍યો છે તેને અનુસરવા અંતમાં જયેશ જાનીએ અનુરોધ કરેલ છે.

(12:53 pm IST)