Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

પોરબંદરઃ મધ્‍યપ્રદેશથી ભાગીને આવેલા સગીર વયના પ્રેમી પંખીડાનો તળાવમાં ઝંપલાવીને આપઘાત

તળાવમાં ઝંપલાવતા પહેલા બંને પ્રેમીઓએ ઝેરી દવા ગટગટાવી લીધી હતીઃ અરેરાટી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૯: મધ્‍યપ્રદેશથી ભાગીને આવેલા સગીર વયના  પ્રેમી પંખીડા પોરબંદર પંથકમાં આવીને નજીકના વિસાવાડાની મરશીયા સીમના તળાવમાં બંનેએ ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ બંને પ્રેમી પંખીડાઓએ ઝંપલાવતા પહેલા ઝેરી દવા ગટગટાવી લીધી હતી, સગીર વયના પ્રેમી પંખીડાએ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

વિસાવાડાની મરશિયા સીમમાં મધ્‍યપ્રદેશથી નાસીને આવેલા બંને સગીર વયના પ્રેમીઓએ ઝેરી દવા પી લઇને બાદમાં તળાવમાં ઝંપલાવી લીધાની જાણ થતા પોલીસ ઘટના સ્‍થળે દોડી જઇને તપાસ હાથ ધરી છે. પોરબંદર પંથકમાં મધ્‍યપ્રદેશથી ભાગીને તેઓ આવેલા છે તેની ખબર પડી જતા પ્રેમીપંખીડાનો પોલીસ તથા બંનેના વાલીઓ કબજો લ્‍યે તે પહેલા આપઘાત કરી લીધાનું બહાર આવ્‍યુ છે.

(12:42 pm IST)