Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

અદાણી પોર્ટ અને સેઝનો ૯ માસમાં EBITDA ૧૯% વધ્‍યો

બંદરનો EBITDA ૭૦% અને લોજીસ્‍ટિક્‍સનો EBITDA ૨૯% : નાણાકીય વર્ષ-૨૩ના ૯ માસમાં બજારમાં ૨૪% હિસ્‍સા સાથે, APSEZ ખાનગી ક્ષેત્રની ભારતની સૌથી મોટી પોર્ટ કંપની : નાણાકીય વર્ષ ૨૩ના ૯ માસમાં આવક વાર્ષિક ધોરણે આવક ૧૯% વધીને રૂા. ૧૫,૦૫૫ કરોડ થઇ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૯ : ૩૧ ડિસેમ્‍બર-૨૦૨૨ના પૂરા થયેલા ત્રીજા ક્‍વાર્ટરના નવ માસના પરિણામો અદાણી પોર્ટ અને સ્‍પેશ્‍યલ ઇકોનોમિક ઝોન લિ. (“APSEZ”) એ આજે જાહેર કર્યા છે.

નવ મહિનાના સમયગાળામાં અત્‍યાર સુધીની સૌથી વધુ આવક અને ચ્‍ગ્‍ત્‍વ્‍ઝખ્‍ સાથે અદાણી પોર્ટ અને સેઝ (ASPEZ)એ તેની સંપૂર્ણ વર્ષની આવક અને નાણાકીય વર્ષ-૨૩ માટે પૂરા પાડવામાં આવેલા EBITDA માર્ગદર્શનના ઉપલા અંતને હાંસલ કરવા માટે સારું સ્‍થાન પ્રાપ્ત કરી લીધું  છે. એમ જણાવતા અદાણી પોર્ટ અને સ્‍પેશ્‍યલ ઇકોનોમિક ઝોન લિ.ના મુખ્‍ય કારોબારી અધિકારી અને પૂર્ણ કાલિન ડાયરેકટર શ્રી કરણ અદાણીએ કહ્યું હતું કે કંપનીએ હાઈફા પોર્ટ કંપની, IOTL, ICD ટમ્‍બ, ઓશન સ્‍પાર્કલ અને ગંગાવરમ પોર્ટના વ્‍યવહારો પણ આખરી કર્યા છે અને તેના બિઝનેસ મોડલને ટ્રાન્‍સપોર્ટ યુટિલિટીમાં બદલવામાં કંપની સંગીન પ્રગતિ કરી રહી છે,

વૃદ્ધિ તરફની અમારી સફરમાં આગળ વધવા સાથે  નાણાકીય વર્ષ-૨૪માં EBITDA રૂ.૧૪,૫૦૦-થી ૧૫,૦૦૦ કરોડનો કંપનીનો લક્ષ્યાંક છે. રુ.૪,૦૦૦ થી રુ.૪,૫૦૦ કરોડના અંદાજિત મૂડી ખર્ચ ઉપરાંત કુલ લોનની ચુકવણી અને આશરે રૂ. ૫,૦૦૦ કરોડની પૂર્વ ચુકવણી માટે અમે વિચારણા કરી રહ્યા છીએ, જે અમારા ચોખ્‍ખા દેવાથી EBITDA ગુણોત્તરમાં નોંધપાત્ર રીતે સુધારો કરશે અને ૨૦૨૪ના માર્ચ સુધીમાં તેને ૨.૫Œની નજીક લાવશે.એમ પણ શ્રી કરણ અદાણીએ ઉમેર્યું હતું.

પોર્ટ બિઝનેસ સેગમેન્‍ટમાં થયેલા નવા ઉમેરામાં - (૧) ઈઝરાયેલમાં હાઈફા પોર્ટ કંપની (૨૦ MMT), (૨) ગંગાવરમ ખાતે નવું કન્‍ટેનર ટર્મિનલ (૬ લાખ TEU), (૩) કાતુપલ્લી ખાતે લિક્‍વિડ સ્‍ટોરેજ ટાંકીઓ, (૪) એપ્રિલ ૨૦૨૩માં ધામરા ખાતે ૫ MMT LNG ટર્મિનલનો સમાવેશ થાય છે અને (૫) કરાઈકલ પોર્ટ (૧૭.૫ MMT),  માટે APSEZ ને નેશનલ કંપની લો ટ્રિબ્‍યુનલની મંજૂરીને આધિન LoI પ્રાપ્ત થયું છે.

લોજિસ્‍ટિક્‍સ બિઝનેસ સેગમેન્‍ટમાં નવી અસ્‍કયામતોમાં (૧) તાજેતરમાં હસ્‍તગત કરેલ ૦.૫ પ્‍વ્‍ચ્‍શ્‍ત ની ક્ષમતા સાથે (ભારતનો સૌથી મોટો), ICD Tumb (૨) તલોજા MMLP, (૩) ત્રણ કૃષિ-સાઇલો ટર્મિનલ, (૪) વેરહાઉસિંગ ક્ષમતા ૦.૬ મિલિઅન ચોરસ ફૂટ, (૫)  નવી ૧૨ ટ્રેઇન અને ૧૨ મહિના પહેલા કામગીરી ફરી શરૂ કરી હતી તે (૬) કિલા રાયપુર MMLP,નો સમાવેશ થાય છે. 

કાર્ગો જથ્‍થામાં વૃદ્ધિ કોલસા (૨૩%થી વધુ વધારો), પ્રવાહી (ક્રૂડ સિવાય) (૮%થી વધુ વધારો) અને કન્‍ટેનર (૫%થી વધુ વધારો)ના કારણે થઇ હતી.ઓટોમોબાઈલ સેગમેન્‍ટનું એકંદર વોલ્‍યુમ પ્રમાણમાં નાનું હોવા છતાં તેના વોલ્‍યુમમાં ૨૨% ઉછાળો જોવા મળ્‍યો છે.

નાણાકીય વર્ષ-૨૩ના નવ માસ દરમિયાન JNPT દ્વારા સંચાલિત ૪.૪૫ મિલિઅન TEUs સામે ૪.૮૮ મિલિઅન TEU સાથે મુંદ્રાએ સૌથી મોટા કન્‍ટેનર હેન્‍ડલિંગ પોર્ટ તરીકેનું સ્‍થાન જાળવી રાખ્‍યું છે. 

એકીકૃત EBITDA ૧૯% વધીને રૂ. ૯,૫૬૨ કરોડ થઇ. આ આવક વૃદ્ધિ પાછળ પોર્ટ્‍સ અને લોજિસ્‍ટિક્‍સ બિઝનેસ અને ઓપરેશનલ કાર્યક્ષમતા માટે લેવાયેલા પગલાં કારણભૂત છે.

પોર્ટની આવકમાં વૃદ્ધિને પગલે પોર્ટ્‍સ EBITDA ૨૦% વધીને રૂ. ૮,૯૭૩ કરોડ થયો છે.

લોજિસ્‍ટિક્‍સ બિઝનેસ EBITDA ૬૬% વધીને રૂ.૩૫૪ કરોડ થયો અને માર્જિન ૪૦૦ bps વધીને ૨૯.૩% થયો. કાર્ગો જથ્‍થામાં વધારો, કાર્ગો વૈવિધ્‍યકરણ અને  ઉપયોગના સુધરેલા દરના કારણે તેને મદદ મળી હતી.

Moody’s ESG સોલ્‍યુશન્‍સે ઉભરતા બજારો(ઓકટો-૨૨) વચ્‍ચે ‘ટ્રાન્‍સપોર્ટ અને લોજીસ્‍ટિક્‍સ' ક્ષેત્ર માટે વૈશ્વિક રેન્‍કિંગમાં APSEZ ને પ્રથમ સ્‍થાન આપ્‍યું છે  APSEZ ૫૯ ભારતીય કંપનીઓમાં પ્રથમ નંબર ધરાવે છે અને મૂડીઝ ESGની આકારણી (ઓક્‍ટો-૨૨) માં ઉભરતા બજારોમાં વૈશ્વિક સ્‍તરે તમામ ક્ષેત્રો/ઉદ્યોગોમાં ૮૪૪ કંપનીઓમાં ૯મા સ્‍થાને છે.

APSEZ ને મુન્‍દ્રાની આસપાસના ગામડાઓમાંથી પ્‍લાસ્‍ટિક કચરો એકત્ર કરવા અને તેના લાંબા ગાળાના નિકાલ માટેનું અભિયાન હાથ ધરવા માટે ગુજરાતના મુખ્‍યમંત્રી દ્વારા પ્રશસ્‍તિ કરવામાં આવી હતી.

ભારત સરકાર દ્વારા લોજિસ્‍ટિક્‍સ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓને પ્રથમવાર નેશનલ લોજિસ્‍ટિક્‍સ એક્‍સેલન્‍સ એવોર્ડ્‍સ  આપવાનું શરુ કરવામાં આવ્‍યાના આરંભે અદાણી લોજિસ્‍ટિક્‍સને ડ્રાઇવિંગ ચેન્‍જ અને ઇનોવેશનમાં તેના યોગદાન માટે ‘શ્રેષ્‍ઠ રેલ ફ્રેઇટ સર્વિસ પ્રોવાઇડર' અને ‘બેસ્‍ટ લોજિસ્‍ટિક્‍સ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને સર્વિસ પ્રોવાઇડર'નો પુરસ્‍કાર આપવામાં આવ્‍યો છે.

(12:38 pm IST)