Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

તરકોશી હનુમાનજી મંદિરે ૧૧મો સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્‍સવ

ગોંડલ,તા.૯ : ગોંડલના પ્રસિધ્‍ધ શ્રી તરકોશી હનુમાન મંદિર ખાતે તા.૧૨ રવિવારનાં ૧૧મા સર્વ જ્ઞાતિય સમુહ લગ્નનુ આયોજન કરાયુ છે.સમુહ લગ્નોત્‍સવ માં ૧૩ નવદંપતિ પ્રભુતામા પગલા પાડશે.

આ પ્રસંગે સંતો મહંતો ઉપરાંત સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્‍ય ગીતાબા જાડેજા સહિત આગેવાનો ઉપસ્‍થિત રહેનાર છે.તેવુ મહંત રાજુબાપુ અગ્રાવતની યાદીમાં જણાવાયુ છે.

(12:19 pm IST)