Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

જસદણ તાલુકાનાં કાળાસર ગામે જન્‍મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ,તા. ૯ : જસદણ તાલુકાના કાળાસર ગામે અગ્રણી દ્વારા જન્‍મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી  કરવામાં આવી હતી.

 કાળાસર ગામે ઇન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટી જસદણ તાલુકા શાખા દ્વારા સરપંચના પ્રતિનિધિ અને જામનગર એલસીબી માં ફરજ બજાવતા શ્રી હરદીપભાઇ ધાધલ એ તેમના જન્‍મદિવસ નિમિત્તે ઇન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટી સાથે જોડાઈ અનોખી ઉજવણી કરવામાં આવી હતી આ તકે ૫૧ દીકરીઓના સુકન્‍યા સમળદ્ધિ યોજના હેઠળ ના ખાતા કાળાસર પોસ્‍ટ ઓફિસમાં ખોલાવી આપવાની જાહેરાત કરાઈ હતી જેથી  હરદીપભાઇ ધાધલના ઉમદા વિચાર અને પ્રશંસનીય કાર્ય કરવા બદલ ઇન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટી જસદણ તાલુકા શાખાના ચેરમેન   દિલીપભાઈ એમ શીલુ,  વી ડી સાકરીયા, કેતનભાઇ મકવાણા, ઓમકારભાઈ મંડીર તથા કાળાસર ગામ સમસ્‍ત તેમનો ખુબ ખુબ આભાર વ્‍યક્‍ત કરી તેમના જન્‍મદિવસની શુભકામના પાઠવેલ હતી.

(12:12 pm IST)