Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

જૂનાગઢની ડો.સુભાષ મહિલા આર્ટસ કોમર્સ અને હોમસાયન્‍સ કોલેજમાં ગ્રાહક સુરક્ષા અંગે જાગળતિ શિબિર યોજાઈ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૯ : ડો. સુભાષ મહિલા આર્ટસ કોમર્સ એન્‍ડ હોમ સાયન્‍સ કોલેજ જૂનાગઢ ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.  ગ્રાહકોના હક્ક માટેની જાગળતિ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમનો પ્રારંભ ડૉ.સુભાષ એકેડેમીના આદ્ય સ્‍થાપક શ્રી પેથલજીભાઈ ચાવડાના સ્‍મરણ ગાનથી શાર્ય થયો હતો. ત્‍યારબાદ કોલેજ આચાર્ય બલરામ ચાવડાએ ભારતના સંસ્‍કળતિક વારસાનો પરિચય કરાવી મહેમાનોને શબ્‍દો અને પુસ્‍તકો અર્પી કોલેજ વતી સન્‍માન કરી આવકાર્યા હતા.

 આ શિબિરમાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ અને જજ   વાય. ડી. ત્રિવેદીએ આ બાબતે સંપૂર્ણપણે અધ્‍યતન માહિતી પૂરી પાડી, ગ્રાહકોને જાગળત બનવા અને પોતાના હક્ક વિશે જાણવાની અપીલ કરી હતી. ઉપરાંત સરકારી વકીલ  જયકિશન દેવાણી, વકીલ   લીલાબેન જેઠવા, સભ્‍ય   કે. જે. ઠાકર અને વત્‍સલ કારીયા એ વક્‍તવ્‍ય આપેલ. આ કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ.ખાચર દ્વારા કરવામાં આવ્‍યું હતું.

આ શિબિરમાં બહોળી સંખ્‍યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. અને ગ્રાહકોના હકો વિષે સરસ જાણકારી પ્રાપ્ત કરી હતી. આવા વિશિષ્ટ કાર્યક્રમો યોજવા બદલ સંસ્‍થાના ટ્રસ્‍ટી જવાહરભાઈ ચાવડાએ સૌને અભિનંદન પાઠવ્‍યા હતા.

(11:57 am IST)