Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

માથાના દુઃખાવાથી ઝેરી દવા પીતા યુવાનનું મોત

માંગરોળના દરસાલી ગામે અરેરાટી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૯ : માંગરોળના દરસાલીગામના યુવાને માથાના દુઃખાવાથી ઝેરી દવા પી લેતા તેનુ મોત થયું હતું.

શીલ પોલીસ સ્‍ટેશન હેઠળના દરસાલી ગામના ૪પ વર્ષિય સકરાભાઇ ભીમાભાઇ માવદીયાને ઘણા સમયથી માથાના દુઃખાવાની તકલીફ હતી.

દુઃખાવામાં કોઇ ફરક પડતો ન હોય માથાના દુઃખાવાના કારણે સકરાભાઇએ ઝેરી દવા ગટગટાવીને મોતની સોડ તાણી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

ગળાફાંસો

જુનાગઢમાં ઝાંઝરડા રોડ પર આવેલ મહેશનગર પાછળ રહેતા ૩૮ વર્ષીય ચંદ્રેશભાઇ નંદલાલ પોબરાએ કોઇ કારણસર ગળાફાંસો ખાય લેતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(11:56 am IST)