Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

રાણાવાવના બોરડીમાં જુગાર રમતા ૮ શખ્‍સો ૮ર હજારની રોકડ સાથે ઝડપાયા : રોકડ ૩ કાર સહિત કુલ ૧૦ લાખનો મુદ્દામાલ જપ્‍ત : પોરબંદર એલસીબીનો દરોડો

પોરબંદર : રાણાવાવના બોરડીના વાડી વિસ્‍તારમાં પોરબ઼દર એલ.સી.બી.એ દરોડો  પાડીને જુગાર રમતા ૧૦ શખસોને રૂ. ૮ર,૯૦૦ ની રોકડ સાથે પકડી પાડેલ છે. દરોડા સ્‍થળેથી ૩ કાર સહિત કુલ ૧૦,૦૭, ૯૦૦નો  મુદ્દામાલ પોલીસે જપ્‍ત કર્યો છે.

પોરબંદર એલ.સી.બી.એ. રાણાવાવના બોરડીમાં રોડો પાડીને જુગાર રમતા (૧) આદમ હુશેનભાઇ (ઉ.૪પ) રહે. બોરડીગામ, પાણીના ટાંકા પાસે, તા. રાણાવાવ, (ર) સાજણ દેવાણંદભાઇ બંધીયા (ઉ.૪ર) રહે. વિજયપુરગામ, તા. ભાણવડ  (૩) રામા નાગાભાઇ કેશવાલા (ઉ.વ.પર) રહે. કેશવગામ, વડાળા ગામ તા. જી. પોરબંદર (૪) મહેન્‍દ્ર જેઠાલાલ જોષી (ઉ.વ.૪૬) રહે. લાંબાગા, નવાપરા વિસ્‍તાર, તા. કલ્‍યાણપુર (પ) રાજુ મોતીભાઇ બશરાણી (ઉ.વ.૪પ) રહે. ઉપલેટા, દ્વારકાધીશ સોસાયટી, (૬)નિલેશ ધીરજલાલ મહેતા (ઉ.વ.૪૭) રહે. રોકડીયા હનુમાન મંદિર પાછળ,રાધેશ્‍યામ સોસાયટી, ઉદ્યોગનગર (૭) પ્રકાશ ધનજીભાઇ રાઠોડ (ઉ.વ.૩૦), રહે. બાળવાગામ, બ્રાહ્મણ ફળીયુ (૮) આરીફ કાસમભાઇ જોખીયા (ઉ.વ.રપ) રહે. મોતી ચોક, રાણાવાવ વાળાને પકડીનેરોકડ રૂ. ૮ર,૯૦૦ તથા અલગ અલગ કંપનીની ફોરવીલ કાર ૦૩ કિ. રૂ. ૯,રપ,૦૦૦ મળી કુલ રૂ. ૧૦,૦૭,૯૦૦ નો મુદ્દામાલ જપ્‍ત કરેલ છે.

(10:08 pm IST)