Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

મોરબીથી સિરામિકના ટ્રકોને રાજ્યની બહાર મોકલવાના કૌભાંડમાં ઝડપાયેલા ૪ શખ્સોના રિમાન્ડની તજવીજ

અમદાવાદ કોર્ટમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ વિભાગની મોબાઈલ સ્કવોર્ડ રજૂ કરશે

રાજકોટ, તા. ૯ :. મોરબીથી સિરામિકના ટ્રકોને રાજ્યની બહાર મોકલવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે અને અમદાવાદની ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ વિભાગની મોબાઈલ સ્કવોર્ડે ૪ શખ્સોની ધરપકડ કરીને રિમાન્ડ માટે અમદાવાદ કોર્ટમાં રજુ કરનાર છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગુડસ એન્ડ સર્વિસ ટેકસની ટીમે મોરબીથી સિરામિકની વસ્તુઓ લઈને નીકળેલા ટ્રકને સામખીયાળી પાસે રોકવામાં આવ્યા બાદ બિલની ચકાસણી કરાતા આ કૌભાંડ બહાર આવ્યુ હતુ. પોલીસે અવિનાશ માકાસણા, કિશન અઘારા, ધવલ ફુલતરીયા, ધ્રુવ વારનેશિયાની ધરપકડ કરીને પૂછપરછ કરતા અત્યાર સુધીમાં ૧૩૦૦થી વધુ ટ્રકો રાજયની બહાર મોકલ્યાનું કબલ્યુ હતું.

આ ચારેય શખ્સોને ઝડપી લઈને રિમાન્ડની તજવીજ હાથ ધરાઈ છે.

(1:24 pm IST)