Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ખંભાળીયા-જામનગર હાઇવે ઉપર ઝાખર પાસે બંધ ટ્રકનાં કારણે વાહનોની લાઇનો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૯ :.. જામનગર રોડ પર ઝાપટ પાટીયા પાસેના રેલ્વે ફાટક પાસે એક ટ્રક રાત્રે બંધ પડેલો સવારે કંપનીઓના ટ્રાફીકમાં  બે - ત્રણ ટ્રકો સામસામા થઇ જતાં ટ્રાફીક જામ થયો હતો.

ખંભાળીયાના અગ્રણી હિતેન્દ્રભાઇ આચાર્યએ આ બાબતે પોલીસ તંત્રને જાણ કરતા ડીવાયએસપી સમીર સારડા તથા વાડીનાર પો. સ.ઇ. એ. એલ. ચાવડાએ તુરત વ્યવસ્થા કરી હતી.

હાલ આ રસ્તા પર એક તરફ કામ ચાલુ હોય બંધ છે ત્યારે કાયમી રીતે પોલીસ બંદોબસ્ત ગોઠવવા માંગ કરાઇ છે.

(1:23 pm IST)