Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ગારીયાધાર અયોધ્યા મંદિર નિર્માણ નિધિ એકત્રિત અભિયાન

ગારીયાધાર : ગારીયાધાર શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્ય,વિશ્વ હિન્દુ અને શ્રી રામકૃષ્ણ જન્મોત્સવ સમીતી દ્વારા અયોધ્યામાં શ્રીરામ ભગવાનના નિર્માણ થતા મંદિર માટે અભિયાન ચાલી રહ્યું છે.જેમાં પ્રત્યેક હિન્દુ ઘર સુધી સ્વયંસેવક પહોંચીને નિધી એકત્રીકરણ રહ્યા છે. જેમા શહેરમાંથી ૯ લાખ સુધીની નિધી એકત્રીત કરાઈ છે. આ અભિયાનમાં સૌથી મોટી રકમ માધવ ગૌ ધામના પ્રવિણભાઇ એમ.ખેની દ્વારા ૧ લાખ,સુધીરભાઈ વાદ્યાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૫૫૫૫૫/-, ગુણવંતભાઈ જીવરાજાણી-રાજુ ખમણ દ્વારા ૫૧૧૧૧ અને મારુતિ કન્સ્ટ્રકશનના ૨૫૦૦૦/-ની વિશિષ્ટ નિધિ અર્પણ કરવામાં આવી હતી.એકત્રીકરણ દરમિયાન ગારિયાધાર ના વેપારીઓ અને નોકરીયાત વર્ગના લોકો દ્વારા પણ ૫૧૦૦/- જેવી રકમોના ચેક અર્પણ કરવામાં આવી રહ્યા છે.આ અભિયાનથી સમ્રગ ગારીયાધાર શહેર રામમયી બન્યુ છે . આ અભિયાન અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ ના અખીલ ભારતીય મંત્રી દેવજીભાઈ રાવત,સૌરાષ્ટ્ર પ્રાંત ના પ્રમુખ કિરીટભાઈ મિસ્ત્રી(મામા) અને ભાવનગર બજરંગદળ જીલ્લાના સંયોજક પાંચાભાઈ દ્વારા પ્રવાસ કરી શહેરમાં વસ્તીઓની મુલાકાત કરાઈ હતી. નિધિ એકત્રીત અભિયાનની તસ્વીર.

(12:04 pm IST)