Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ધોરાજી નજીક ઓઇલ મીલ પાસે સુકા ઘાસમાં આગથી દોડધામ

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી,તા. ૯: ધોરાજીનાં જેતપુર રોડ પર આવેલ અતુલ ઓઈલ મીલ પાસે સુકા ખડનાં ખેતરમાં આગનો બનાવ બન્યો હતો કર્મચારીને જાણ થતા તાત્કાલિક નગરપાલિકા ફાયર ફાઈટર ને જાણ કરતાં તાત્કાલિક ધોરણે નગરપાલિકા ફાયર ફાઈટર ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી અને આગ કાબુમાં લીધી હતી બે ફાયર ફાઈટરો એ અળધો કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી.

એ દરમ્યાન બધું ખડ બળી ને ખાખ થઈ ગયું હતું સદ્દનસીબે કોઈ જાનહાની થઇ નથી.

(11:57 am IST)