Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

રાજયના ગવર્નર આચાર્ય દેવવ્રત ફેમિલી ડોકટરની જેમ ઘરમાં ફેમીલી ખેડૂતની હિમાયત કરીઃ પ્રાકૃતિક ખેતી દ્વારા આવક ૧૦ ગણી વધારવાની ખેડૂતોને અપીલ

સૌરાષ્ટ્રના ૧૦ જિલ્લાના ખેડૂતોને રાજયાલે કહ્યું પ્રાકૃતિક ખેતીથી આવક બમણી થશે

જુનાગઢઃ  જુનાગઢમાં કૃષિ  યુનિવર્સિટી ખાતે કુદરતી ખેતી વિશેની કાર્યશાળાને સંબોધતા  ગુજરાતના રાજયપાલ  આચાર્ય દેવવ્રતે  સૌરાષ્ટ્રના ૧૦ જિલ્લામાં આવેલા ખેડૂતોને કહ્યું હતું કે તમે પ્રાકૃતિક ખેતી થકી એવો માહોલ ઉભો કરો કે શહેરોના દરેક પરિવારને એક ફેમિલીખેડૂત હોય.  કૃષિ યુનિ. ખાતે આત્મા પ્રોજકેટ દ્વારા  યોજાયેલી કાર્યશાળામાં  રાજયપાલે ખેડુતોને દેશી જાતની ગાયોના છાણ અને ગૌમુત્રમાંથી બનતા જીવામૃતનો ખેતીમાં ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. ખેડુતો સાથે સ્ટેજ પરથી સવાલો પુછી અને જવાબો મેળવીને વાર્તાલાપ કર્યો હતો. પ્રાકૃતિક ખેતી દ્વારા  તમારી આવક પણ બમણી થશે એમ પણ જણાવ્યું હતુ. વિવિધ જિલ્લાઓના  ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી થકી  મળેલા પરિણામો તથા અનુભવો વર્ણવ્યા હતા. તથા રાજયપાલે તમામનું સન્માન પણ કર્યુ હતુ.

માળિયાહાટીના ખેડૂત જેઠાભાઇ  જોટવાએ પ્રાકૃતિક ખેતી દ્વારા નાળિયેરમાંથી વર્ષે ૧પ લાખની આવક મેળવી હોવાનું  જણાવ્યું હતુ.  પડધરી તાલુકાના ખેડૂત  વશરામ લુણાગરીયાએ પોતાના ખેતરની બ્રોકોલી અને ઓડિટ નામના શાકની રાજયપાલને ભેટ આપી હતી.

(1:00 pm IST)