Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

અમરેલીના પ્રફુલ મંડોરા નામના યુવકની હથિયારના ઘા ઝીંકી હત્યા

અમરેલી : અમરેલીના જેસીંગપરામાં મોડી રાત્રે એક યુવકની છરી જેવા તિક્ષણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હયા કરી નાખવામાં આવી હતી. આ યુવકને તિક્ષણ હથિયારના ચાર ઘા મરાતા તેમ સારવાર માટેઅમરેલી સિવિલ હોસ્પિટલમા ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો.

અમરેલીમાં યુવકની હત્યાની આ ઘટના જેસીંગપરા વિસ્તારમાં બની હતી. આ યુવાન રાત્રીના સમયે વાળુ પાણી કરી ઘરની બહાર શેરીમાં પાનના ગલ્લે માવો ખાવા ગયો હતો. અહીંના રંગપુર રોડ પર રમાપીરના મંદિર પાસે હત્યારા યુવાને પ્રફુલને છાતી, પીઠ અને હાથ પર ચાર ઘા મારી ગંભીર રીતે ઘાયલ કરી દેતા તેમને ખાનગી વાહનમાં સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે થોડીવારમાં તેણે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવને પગલે અમરેલી સીટી પીઅઆઇ ખેર પોલીસ કાફલા સાથે સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતા.

(2:10 pm IST)