Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

લખતર-વિરમગામ રોડ ઉપર ખનીજ ચોરીનો ૧.૩૧ કરોડનો મુદામાલ જપ્ત

વઢવાણ તા. ૯ :.. લખતર મામલતદાર ગોપાલદાસ હરદાસાણી અને લખતર પીએસઆઇ વાય. એમ. ચુડાસમાના સંયુકત ઉપક્રમે લખતર વિરમગામ ઉપર ચેકીંગ હાથ ધરતા ૭ ડમ્પર ઝડપાઇ ગયા હતાં.

તેમાં ત્રણ ડમ્પર ઓવર લોડ જયારે ચાર ડમ્પર બિનકાયદેસર ખનીજ વહન કરતા હોવાનું માલૂમ પડયું હતું. આથી આ સાત ડમ્પરને લખતર મામલતદાર અને લખતર પી. એસ. આઇ. દ્વારા લખતર પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ  ધરી હતી. ત્યારે અંદાજે ૧.૩૧ કરોડનો ડમ્પર સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવતા ડમ્પર ચાલકો અને ખનીજ માફીયામાં સોંપો પડી જતા અમુક ડમ્પર ચાલકો રસ્તા પર કપચી અને રેતી નાખી પલાયન થતા તથા આશરે ત્રણ ડમ્પર ચાલકો રોડ પર ડમ્પર મુકી નાસી છૂટયા હતાં. (પ-ર૭)

(3:31 pm IST)