Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

મોરબીમાં કૃમિનાશક દિન ઉજવાયો

મોરબીઃ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસે આજે મોરબી જીલ્લામાં અઢી લાખ બાળકોને કૃમિનાશક ગોળીઓ ખવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ દરમિયાન મોરબી જીલ્લાના ૭૬૩ પ્રાથમિક શાળા, ૧૯૭ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ૭૯૮ આંગણવાડી તેમજ ૯ અન્ય સંસ્થાઓ મળી કુલ ૧૭૬૭ સંસ્થાઓના ૨.૫ લાખ બાળકોને તેમજ શાળા અને આંગણવાડીમાં ના નોંધાયેલ હોય અને ૧થી ૧૯ વર્ષની વય ધરાવતા તમામને કૃમિનાશક ગોળી ખવડાવી કૃમિ સામે રક્ષણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જીલ્લા આરોગ્ય કર્મચારીઓ, આરોગ્ય અધિકારી, આંગણવાડી વર્કર બહેનો, આશા બહેનોને કામગીરી સોપવામાં આવી હતી મોરબી જીલ્લાના અઢી લાખ બાળકોને કૃમિ નાશક ગોળીઓ ખવડાવવાના આયોજનમાં બાકી રહી જનાર માટે આગામી તા. ૧૪ ના રોજ મોપઅપ રાઉન્ડ યોજાશે અને બાકી રહી ગયેલા બાળકોને પણ ગોળી ખવડાવાશે તેવી માહિતી આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત થઇ છે. ગોળી પીવડાવવામાં આવી તે તસ્વીર.(૨૩.૨)

(1:40 pm IST)