Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

રાજકોટ, લોધીકા, કોટડા સાંગાણી પંથકમાં રસ્તા બનાવવા માટે ૧૫.૨૨ કરોડ મંજુર

ખીરસરા તા ૯ : કોટડાસાંગાણી તાલુકાના પારડીથી પડવાલા  સુધીનો અંદાજે ૫ કી.મી. નો રોડ જરૂરિયાત હોવાથી આ વિસ્તારમાં આવતા કારદાનેદારો ને આવવા જવા માટે નવો બનનાર રોડ ઉપયોગી બની રહેશે. આ  વિસ્તારમા ં આવતા કારખાનેદારો ની માંગણી નો આજે અંત આવ્યો. આ રોડ ૫ કરોડના ખર્ચે બનશે. ધારાસભ્ય લાખાભાલ સાગઠીયાએ રસ્તા બનાવવા ૧૫.૨૨ કરોડ મંજુર કરાવ્યા છે.

 લોધીકા તાલુકાના ખાંભા ગામથી રાવકી ગામને જોડતો રોડ, કોઠાપિપલિયા થી થોરડી ગામ ને જોડતો રોડ, તેમજરાજકોટ તાલુકાના કાથરોટા થી પાડાસણ રોડ, રામનગરથી વગુદાદ રોડ, સરધારથી સૂકી સાજડીયાળી રોડ, વડાળી પાડાસણ રોડ , ઉમરાળી હોડથલીરોડ, ભાયાસર ભાડૂય રોડ, આ વિવિધ તાલુકાના વિવિધ ગામનેજોડતા રોડ નવા બનવાથી ગ્રામ્ય કક્ષાએ વિકાસને વેગ મળશે. તેમજ ગામના સરપંતો, તાલુકાના આગેવાનો તેમજ ધારસભ્યની રજુઆતન સફળતા મળતા આનંદની લાગણી અનુભવી હતી, તેમ ગુજરાત રાજય નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલનો ગામના સરપંચો અને તાલુકાની જનતા આગેવાનો વતી આ કામને વેગ મળતા ધારાસભ્ય લાખાભાઇએ સરકારનો આભાર વ્યકત કર્યો હતો. (૩.૨)

 

(11:50 am IST)