Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

ચુડા - સાયલા તાલુકામાં ભૂકંપના હળવા આંચકા : એક મહિનામાં ૭ વખત ધરા ધ્રુજી

 વઢવાણ તા. ૯ : સુરેન્દ્રનગર જીલ્લામા છેલ્લા કેટલાક સમયથી સુરેન્દ્રનગર જીલ્લાના અલગ અલગ તાલુકાઓ અને સ્થળોએ નાના મોટા ભૂકંપના આંચકા અનુભવાતા લોકો મા ભય અને ફફડાટ ફેલાયો છે. ત્યારે નવા વર્ષના પહેલા દિવસે જ સુરેન્દ્રનગરની ધરા ધ્રુજી ઉઠતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આજે સવારથી બપોર સુધીમાં છ આંચકા નોંધાતા લોકોને ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના ગોઝારા ભૂકંપની યાદ તાજી કરાઈ હતી.

ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામા થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરના સાયલા અને ચૂડા તાલુકામાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા ત્યારે ગઈ કાલે સુરેન્દ્રનગર જિલ્લામા ગઈ કાલે આંચકો અનુભવાયો હતો ત્યારે ભૂકંપ ના આંચકા અનુભવાતા લોકોમા ફફડાટ વ્યાપી ગયો હતો.જેને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. લોકો એટલા માટે ચિંતિત છે કારણ કે છેલ્લા ઘણાં સમયથી સુરેન્દ્રનગર જીલ્લામાઙ્ગ નાના આંચકાઓ આવી રહ્યા હતા ત્યારે થોડા દિવસ પહેલાઙ્ગ બપોરના સમય દરમિયાન મોટા મઢઆદ, નાના મઢઆદ અને ફૂલગ્રામ મા ૧.૭ની તીવ્રતાના ૪ ભૂકંપનીઙ્ગ તીવ્રતાના આંચકાથી ધારા ધ્રુજી ઉઠ્યા હતા. ત્યારે ગઈ કાલે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા પાસે ૧.૩૭ કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને તેની તીવ્રતા ૨.૨ ની હતી.

મહત્વનું છે કે, છેલ્લા એક માસમા સુરેન્દ્રનગર જીલ્લામાં હળવા ભૂકંપના આંચકા આવી રહ્યા છે. ત્યારે આજે ગણતરીના કલાકો દરમિયાન ભૂકંપનાનો ૨.૨ની તીવ્રતાનો આંચકો આવતા આંચકા આવતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. લોકો આશા સેવી રહ્યા છે કે, નાના આંચકાના પગલે મોટા છ આંચકા આવવાની સાથે કદાચ કોઈ મોટો સંકેત પણ તેમાં હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશીયાના દરિયામાં આવેલા ભૂકંપ અને સુનામી બાદ ફરી ધરતીના પેટાળમાં ગતીવીધીઓ શરૂ થઇ હોવાના કારણે ભૂકંપના આંચકા આવી રહ્યા હોવાનું પણ તજજ્ઞો માની રહ્યા છે. આ ભૂકંપનું એપિસેન્ટર સુરેન્દ્રનગર જીલ્લા ના તાલુકાઓઙ્ગ હોવાનું જાણવા મળ્યું છે.ઙ્ગ

ત્યારે સમગ્ર રાજયની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના લોકો પણ વર્ષ ૨૦૦૧ના ૨૬મી જાન્યુઆરીએ આવેલા વિનાશક ભૂકંપની ભૂલ્યા નથી. વર્ષ ૨૦૦૧માં આવેલા ભૂકંપમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જાન-માલની ભારે ખુવારી થઇ હતી. ઈન્ડોનેશીયાના દરિયામાં આવેલા ભૂકંપ અને સુનામી બાદ ફરી ધરતીના પેટાળમાં ગતીવીધીઓ શરૂ થઇ હોવાનું બહાર આવ્યુ છે.(૨૧.૧૬)

 

(11:41 am IST)