Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

માળિયામાં ફૂડ સિકયોરિટી અંગેની પડતર ૩૫૯ અરજીઓનો નિકાલ

મોરબી તા.૯: માળિયા શહેરી અને ગ્રામ્ય પંથકમાં નેશનલ ફૂડ સિકયોરિટી એકટ હેઠળ વર્ષ ૨૦૧૬થી કરવામાં આવેલી અરજીઓ પેન્ડીંગ હોય જેના નિકાલ માટેની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. અને કુલ ૩૫૯ અરજીઓનો નિકાલ કરાયો છે.

નેશનલ ફૂડ સિકયોરિટી અંતર્ગત ગરીબ પરિવારોને મળતા રેશન સહિતની સુવિધાઓથી વંચિત અરજદારો દ્વારા વર્ષ ૨૦૧૬ થી વર્ષ ૨૦૧૯ દરમિયાન કુલ ૩૫૯ અરજી કરવામાં આવી હતી. જેમાં શહેરી વિસ્તારની ૧૦૬ અને ગ્રામ્ય પંથકની ૨૫૩ અરજીઓ પડતર હોય જેના નિકાલ માટે મામલતદાર સી.બી. નીનામા, ટીડીઓ હાર્દિક પટેલ, ચીફ ઓફિસર ગિરીશભાઇ સરૈયા અને નાયબ મામલતદાર હસમુખભાઇ મારવાણીયા સહિતના અધિકારીઓના સાર્થક પ્રયાસને પગલે ત્રણ વર્ષથી વધુ સમયથી પેન્ડીંગ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે તેમજ હવેના સમયમાં આવનારી અરજીઓનો પણ સમયસર નિકાલ થઇ શકે તે માટે અધિકારીઓએ કટીબદ્ધતા દાખવી છે.

(9:43 am IST)