Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

વાંકાનેરમાં શંકાસ્‍પદ બોમ્‍બ પ્રકરણમાં આરોપી જીતેન લોધી ઝડપાયોઃ સાઉથની ફિલ્‍મ જોઇને બોમ્‍બ બનાવ્‍યાની કબુલાત

વાંકાનેરની દુકાનેથી બેટરી, ટાઇમર ખરીદીને પ્‍લાસ્‍ટીકની થેલી સિકયુરીટી ગાર્ડને આપીને નાશી છુટયો હતોઃ ૩ હજારની જરૂરીયાત પુરી કરવા આ કામ કર્યુ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૯: મોરબી શંકાસ્‍પદ બોમ્‍બ પ્રકરણનો આરોપી મધ્‍યપ્રદેશનો જીતેન લોધી ઝડપાયો છે. સાઉથની ફિલ્‍મમાં જોઈને બોમ્‍બ બનાવ્‍યાની કબુલાત આપી છે. વતનમાં જવાના રૂપિયા ના હોય જેથી બોમ્‍બ બનાવ્‍યો હતો અને ઉદ્યોગપતિને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.

વાંકાનેરના સરતાનપર રોડ પરની ફેક્‍ટરીમાં શંકાસ્‍પદ બોમ્‍બ મળ્‍યા બાદ પોલીસ ટીમોમાં દોડધામ મચી હતી જોકે બોમ્‍બમાં વિસ્‍ફોટક પદાર્થ ના હોવાનું ખુલ્‍યું હતું તો શંકાસ્‍પદ પાર્સલ મોકલનાર ઈસમને પણ પોલીસે દબોચી લીધા બાદ પૂછપરછમાં સાઉથ ફિલ્‍મ જોઇને બોમ્‍બ બનાવ્‍યો હતો અને ઉદ્યોગપતિને ધમકી આપી હતી

સરતાનપર રોડ પર સેટમેક્ષ સિરામિક ફેક્‍ટરીના માલિક વિનોદભાઈ ભાડજા (ઉ.વ.૪૪) ને અજાણ્‍યો માણસ ટાઈમ બોમ્‍બ જેવું મુકીને જતો રહ્યો હોય જે અંગે હાર્દિક ઘોડાસરાએ પોલીસને જાણ કરતા પોલીસે ટીમોએ તપાસ ચલાવી હતી અને બોમ્‍બ સ્‍કવોડની ટીમની મદદથી બોમ્‍બ ડીફયુઝ કરાયો હતો અને બોમ્‍બ બનાવવામાં વિસ્‍ફોટક પદાર્થ મળી આવ્‍યો ના હતો જે બનાવ અંગે પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ ચલાવી હતી જેમાં મોબાઈલથી મેસેજ કરનાર ઇસમ જીતેન બલરામસિંગ લોધી રહે એમપી વાલા ઇસમને પોલીસે દબોચી લીધો હતો અને બનાવની વધુ તપાસ હાથ ધરી છે

સાઉથની ફિલ્‍મ જોઇને બોમ્‍બ બનાવવાનો વિચાર આવ્‍યો

આરોપી જીતેન રાજપૂત સાઉથની ફિલ્‍મ જોઇને નકલી બોમ્‍બ બનાવવાનો આઈડિયા આવતા વાંકાનેર ખાતેથી ઇલેક્‍ટ્રિક દુકાનેથી બેટરી, ટાઈમર (ઘડિયાળ) ખરીદી હતી જયારે અન્‍ય દુકાનેથી માર્કર કાગળ સહિતની ચીજવસ્‍તુઓ ખરીદી હાથે પેપરનો રોલ કરી લાલ કલરથી રંગી લાલ કરી રોલમાં રેતી ભરી બેટરી સર્કીટ અને વાયરના ટુકડાઓ જોડી ટાઈમર ચાલુ કરી ટાઈમ બોમ્‍બ જેવું બનાવી કાગળના બોક્‍સમાં મૂકી પ્‍લાસ્‍ટિક થેલી સિકયુરીટી ગાર્ડને આપી શેઠને આપવા જણાવ્‍યું હતું અને રૂા. ૩ હજારની જરૂરીયાત પુરી કરવા આ કામ કર્યાનું ખુલ્‍યુ઼ છે.

(3:25 pm IST)