Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

વડિયા : અમરેલીના રાજમહેલનું રીનોવેશન કરીને પ્રવાસનના વિકાસ માટે દરખાસ્ત મંગાવાઇ

પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંઘાડની સફળ રજુઆત

(ભીખુભાઇ વોરા દ્વારા)વડિયા,તા. ૯: અમરેલી જિલ્લોએ રાજાશાહી સમયથી રજવાડાના વિવિધ રાજયો ધરાવતો હતો. આજે પણ અનેક એવા વિસ્તારો છે કે જયાં સ્ટેટ સમયના બાંધકામ, કિલ્લાઓ, મહેલો, પુલ હયાત છે. એમાંની એક મહત્વની જગ્યા એટલે અમરેલીની મધ્યમાં આવેલો રાજ મહેલ. આ રાજ મહેલ લગભગ ૧૮૫ વર્ષ જેટલો જૂનો છે તે આજે પણ રાજવી ઠાઠ સાથે અમરેલીના લોકોની ખુમારીની સાક્ષી રૂપે ભૂતકાળની યાદો આપતો આજે પણ અડીખમ ઉભો છે.

ભૂતકાળમાં જિલ્લાની વિવિધ કચેરીઓ જેવીકે કલેકટર ઓફિસ, જિલ્લાની કોર્ટ પણ આ મહેલમાં હતી અને આજે પણ આર એન્ડ બી ની કચેરી અહીં આવેલી છે. હાલ આ જિલ્લા પંચાયત ભવનનું બિલ્ડીંગ નવું બનતા મોટાભાગની કચેરીઓ ત્યાં સ્થાનાંતર થઇ રહી છે. ત્યારે આ અડીખમ ઉભેલો રાજ મહેલ એક ઐતિહાસિક વારસો છે. તેનુ સમારકામ કરવામાં આવે તો હજુ લાંબો સમય તે ટકી શકે તેવી ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત તેમાં પ્રવાસન વિભાગ દ્વારા વિકાસ કરી હોટલ, પ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતા અને સંસ્કૃતિક મ્યુઝિયમ બનાવી તેની જાળવણી અને વિકાસ કરી શકાય તેમ છે. તો આવનારા દિવસોમાં આ બંધ થતી કચેરીઓ થી પડતર બની રાજમહેલ ખંઢેર હાલત માના ફેરવાય તે પેહલા તેના રીનોવેશનની માંગણી સાથે કોઈ પ્રવાસન ક્ષેત્ર માટે વિકાસનુ સ્થળ બને તે બાબતે દીર્દ્ય દ્રષ્ટિ ધરાવતા અમરેલીના લોકનેતા અને પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડ દ્વારા રાજયના મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરાઈ હતી.

આ રજુઆતને ધ્યાનમાં લઇને સરકાર દ્વારા અમરેલીના રાજ મહેલને પ્રવાસન માટે વિકસાવવા જિલ્લાના વહીવટી તંત્રને અંદાજ સહ દરખાસ્ત રજુ કરવા સરકાર દ્વારા આદેશ કરવામાં આવતા હવે આવનારા દિવસોમાં અમરેલીની ધરોહર સમાન અડીખમ ઉભેલો રાજમહેલ એક પ્રવાસન સ્થળ બને તે માટે પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડ દ્વારા કરવામાં આવેલી રજુઆત ફળતી હોય અને અમરેલીના રાજમહેલનુ નવસર્જન થવાનીનો માર્ગ સરકાર મા થયેલી રજુઆતથી સફળ થતો જોવા મળી રહ્યો છે. આ બાબતે જે નેતાને પોતાના વિસ્તારનો વિકાસ કરવો હોય તેને રજુઆતની કોઈ જરૂરિયાત રહેતી નથી પરંતુ પોતે જે સમસ્યા કે વિકાસ ની તક જુવે તે બાબતે રજુઆત કરવાથી ચોક્કસ લોકોની સુવિધાઓમાં વધારો કરી શકાય છે.

(11:52 am IST)