Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ગોંડલના વાસાવડમાં યુવતીની છેડતી બાદ માર મારતા ગામ સજ્જડ બંધ

પોલીસ દોડી ગઇઃ આરોપીને ઝડપી લઇ કડક સજા કરવા લોકમાંગ

ગોંડલઃ તસ્વીરમાં વાંસાવડમાં એકત્ર થયેલ લોકો તેમજ ગામ સ્વયંભુ બંધ રહયુ઼ છે તે નજરે પડે છે. (તસ્વીરઃભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ, તા., ૯: ગોંડલ તાલુકાના વાસાવડ ગામે ગઇકાલે એક યુવતીની છેડતી કરીને તેને માર મારવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ બનાવના વિરોધમાં આજે વાસાવડ ગામ સજ્જડ બંધ રહયુ઼ છે.

પ્રાપ્ત માહીતી મુજબ ગઇકાલે વાંસાવડની એક યુવતી સાથે એક યુવકે છેડતી કરી હતી અને તેને માર માર્યો હતો. ત્યાર બાદ આ યુવક વાંસાવડ ગામ છોડીને નાસી છુટયો હતો.આ બનાવની જાણ થતા વાંસાવડ ગામમાં ભારે રોષ પ્રસરી ગયો છે.

આ બનાવના વિરોધમાં આજે સવારથી વાંસાવડ ગામના આગેવાનો કાર્યકરો મહિલાઓ સહિતના એકત્ર થઇ ગયા છે અને ગામ સ્વયંભુ બંધ રહયુ઼ છે.

વાંસાવડ ગ્રામજનોની ઉગ્ર માંગ છે કે  યુવતીની છેડતી કરનાર આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને કાયદો-વ્યવસથાની સ્થિતિ સુધરે તે માટે પગલા ભરવા માંગ કરવામાં આવી છે.

વાંસાવડ ગામ સ્વયંભુ બંધ રહેતા ગોંડલ તાલુકા પોલીસની ટીમ વાંસાવડ દોડી ગઇ છે.

(11:49 am IST)