Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા

ધોરાજી : જામકંડોરણાના પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષાના હેતુથી જામકંડોરણાની ર૦ હજાર જેટલી વસ્તીના વિસ્તારમાં ર૭ જેટલા સીસીટીવી સહિતનું ફીટીંગ સહિતની સુવિધાઓ ચાલુ કરવા માટે વિઠ્ઠલભાઇ રાદડીયા ચેરીટેબલ ટ્રસ્ટમાંથી ડોનેસન આપી જામકંડોરણામાં આધુનિક સુવિધાઓની સજજ સી.સી. ટી.વી. કેમેરાઓ ફીટીંગ કરવામાં આવેલ અને જેમાં વાહનોના નંબર સહિતની સુવિધાઓ એક મહીના સુધી એકઅપ રહેશે. કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ સીસીટીવી કેમેરાના ઓપરેટ રૂમમાં રીમોટથી ટીવી ચાલુ કરી ર૭ કેમેરાનું નિરીક્ષણ રાજકોટ રૂરલ એસ.પી. બલરામ મીણાએ જણાવલ કે આ સીસીટીવી ઓપનીંગ પહેલા ટ્રાયલમાં જ એક અકસ્માતમાં ટ્રક ચાલક ભાગી ગયેલ અને સીસીટીવીના આધારે પકડી પાડલ હતો. આ તકે ડીવાયએસીપી સાગર  સીપીઆઇ એચ.એ. જાડેજા, જામકંડોરણાના પીએસઆઇ જે.યુ. હાજર રહેલ. આ તકે સીસીટીવી સહિતની સુવિધાઓ આપવા બદલ એસ.પી. બલરામ મીણાએ વિઠ્ઠલભાઇ રાદડીયા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઇ રાદડીયાનું શાલ ઓઢાડી સન્માન કરેલ. ગોવિંદભાઇ રાણપરીયા, ચંદુભા ચૌહાણ, કરણસિંહ જાડેજા, ગૌતમભાઇ વ્યાસ, પ્રમુખ કાનજીભાઇ પરમાર, કરશનભાઇ સોરઠીયા, ખીમજીભાઇ બગડા, નાથાભાઇ સોલંકી, જયેન્દ્રભાઇ, નાથાભાઇ બાલધા, કાનજીભાઇ મઢવી, વકીલ મંડળ ચંદુભાઇ રાણગરીયા, હરસુખભાઇ પાનસુરીયા, ચીમનભાઇ પાનસુરીયા, અગ્રણીઓ વેપારીઓ, સરપંચોશ્રીઓ કલ્પેશભાઇ રાણપરીયા સહિત અગ્રણીઓ હાજર રહી વિઠલભાઇ રાદડીયા ટ્રસ્ટની સેવાઓને બીરદાવી હતી. કાર્યક્રમનું સંચાલન સાજડીયારી પ્રાથમિક શાળાના પ્રિન્સીપાલ વિજયભાઇ રાણપરીયાએ કરેલ છે. સીસી ટીવી કેમેરાનું લોકાર્પણ કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:47 am IST)