Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

વિરપુર નજીકથી પ.૭૬ લાખના દારૂ સાથે એક ઝડપાયો

ટ્રક સહિત રૂ. ૧૧.૮૯ લાખનો મુદામાલ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ

રાજકોટ તા. ૮: રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જેતપુર તાલુકાના વિરપુર નજીક અમરદીપ હોટલ પાસેથી શોકીન ઇલીયાસ જાતે મુસ્લીમ ઉ.વ. ર૧ રહે. ગામ કાંગરકા તા. તાઉરૂ જી નુહુ હરીયાણાને (૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ ૭પ૦ એમ.એલ.ની નંગ-૧૬ર૦ કિ. રૂ. પ,૭૬,૦૦૦/- (ર) ટ્રક નં. જીજે૦રજીબી ૧૪૪૩ ની કિ. રૂ. ૬,૦૦,૦૦૦/- (૩) મોબાઇલ તથા રોકડ તથા કાગળો તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૧૧,૮૯,૬પ૦/- નો મુદામાલ સાથે ઝડપી પાડેલ છે.

આ કામગીરી રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચનાથી એલ.સી.બી. રાજકોટ  ગ્રામ્ય પોલીસ ઇન્સ. શ્રી એ. આર. ગોહિલ તથા પો. સબ ઇન્સ. શ્રી એસ. જે. રાણા તથા એ.એસ.આઇ. મહેશભાઇ જાની તથા પો. હેડ કોન્સ. શકિતસિંહ જાડેજા તથા પો. કોન્સ. રહીમભાઇ દલ તથા પો. કોન્સ. દીવ્યેશભાઇ સુવા પો. કોન્સ. કૌશીકભાઇ જોષી, પો. કોન્સ. પ્રણયભાઇ સાવરીયા પો. કોન્સ. ભાવેશભાઇ મકવાણા એ કરી હતી.

(1:20 pm IST)