Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

વિઝા પૂરા થયા હોવા છતાં ગેરકાયદે રહેતી નાઇજિરિન યુવતી કચ્છમાંથી ઝડપાઇ

નકલી વાળનો વ્યવસાય કરતી નાઇજિરિયન યુવતી મુંબઇના નાલાસોપારાથી ભુજના માધાપર આવી હતી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૮ : બે માસની સમય અવધિ ધરાવતાં મેડિકલ વિઝા પર ભારત આવીને ૬ વરસથી ગેરકાયદે રીતે ભારતમાં જ સ્થાયી થઈ ગયેલી નાઈજીરીયાની એક યુવતી ભુજમાં ઝડપાઈ છે.

બે માસ અગાઉ માધાપરની ટ્રીટોપ હોટેલમાંથી પકડાયેલી આ યુવતીએ નકલી પાસપોર્ટ અને વિઝા બનાવ્યાં હતા. લ્બ્ઞ્હ્ય્ સઘન તપાસ કર્યાં બાદ ગઈ કાલે તેની સામે પાસપોર્ટ એકટ, ફોરેનર્સ એકટ તેમજ નકલી દસ્તાવેજ બનાવવાની કલમો તળે માધાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

નાઈજીરીયાની પીયસ ઓસાસરે નામની ૩૪ વર્ષિય યુવતી ૨૯-૧૨-૨૦૧૪ થી ૨૭-૦૨-૨૦૧૫ ની સમય અવધિ ધરાવતાં ભારતના વિઝા પર ૧૧-૦૧-૨૦૧૫ ના રોજ ફલાઈટથી દિલ્હી આવી હતી. ભારત આવ્યાં બાદ તે નિશ્ચિત સમયમર્યાદામાં પરત જવાના બદલે મુંબઈમાં જ તેના ભાઈ સાથે નાલાસોપારામાં ગેરકાયદે રહેવા માંડી હતી. એટલું જ નહીં, ભારતમાં તે કૃત્રિમ માનવ કેશના વ્યવસાયમાં જોડાઈ હતી. આ યુવતી ઓકટોબર માસમાં ભુજ આવી હતી. માધાપરની હોટેલ ટ્રીટોપમાં રોકાઈ હતી. સરહદી જિલ્લો હોઈ કચ્છ આવતાં વિદેશી નાગરિકોની માહિતી દર્શાવતું ફોર્મ ભરીને નિયમ મુજબ તેની વિગતો સાથે પોલીસને ઈ મેઈલ પાઠવવામાં આવ્યો હતો.

પશ્ચિમ કચ્છ એસઓજીએ આ યુવતીના પાસપોર્ટની વિગત ચેક કરતાં તેમાં તે ગેરકાયદે વસવાટ કરતી હોવાનું માલુમ પડતાં તેણી સામે ગુનો નોંધી તેને ભુજની જેઆઇસી જેલ મધ્યે મોકલી દેવાઈ છે.

(11:00 am IST)