Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

કોટડાસાંગાણીના પીપલાણા નજીક જે,કે,ઇન્ડ્રસ્ટ્રીયલ ઝોનમાથી કન્ટેનર ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો : 14,25 લાખના દારૂ સહિત 34 લાખથી વધુનો મુદામાલ કબ્જે : ડ્રાઈવર-ક્લિનરની : વધુ 5 લોકોની શોધખોળ :મોટાપાયે કટિંગ ચાલુ હોવાની બાતમી મળતા કોટડાસાંગાણી પોલીસનો સપાટો

રાજકોટ : પોલીસ અધિક્ષક બલરામ મીણા ભારત બંધના એલાન સંર્દભે બંદોબસ્તના સુપરવીઝનમાં હોય દરમિયાન ખાનગી રાહે પીપલાણા ઇન્ડ્રસ્ટ્રીયલ ઝોનમાં આવેલ મહાદેવ ફૂડ પ્રોડક્ટના ગોડાઉનમાં ઈંગ્લીશ દારૂનું મોટાપાયે કટિંગ ચાલુ છે,આ બાબતેથી કોટડાસાંગાણી પોલીસને કાર્યવાહી કરવા આદેશ કરતા પી,એ,ઝાલા,ના, પોલીસ,અધિ ,ગોંડલ તેમજ એસ, એમ ,જાડેજા સર્કલ પોલીસ ઇન્સ,ગોંડલનાઓ  માર્ગદર્શન મુજબ વી,કે,ગોલવેલકર પો,સ,ઈ, કોટડા સાંગાણીનાઓએ પોલીસ સ્ટાફ સાથે રેઇડ કરતા ઈંગ્લીશ દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો

 પોલીસે  જુદી જુદી બ્રાન્ડનો ઈંગ્લીશ દારૂની બોટલ 4104 કિંમત 14,25,600, કન્ટેનર ટ્રક કિંમત 2,00,000, મોબાઈલ ફોન નંગ 4, કિંમત 2000, અને રોકડા રૂપિયા 4620 મળીને કુલ 34,32,220નો મુદામાલ જપ્ત કર્યો હતો

 પોલીસે ટ્ર્કના ડ્રાઈવર અને ક્લિનરની અટકાયત કરી છે અને માલ મંગાવનાર અન્ય પાંચ લોકોના ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે,આ કામગીરીમાં પો,,સ, ઇન્સ ,વી,કે ,ગોલવેલકર, પો,હેડ,કોન્સ,ક્રિપાલસિંહ રાણા,તથા હિતેષભાઇ પરમાર પો,કોન્સ,વિશ્વરાજસિંહ જાડેજા, તથા રિઝવાનભાઈ તથા અલ્પેશભાઈ રાઠોડ,તથા અમિતભાઇ સુરુ,હરદીપસિંહ જાડેજા ડ્રા. પોલીસ કોન્સ, દીપકભાઈ સરવૈયા જોડાયા હતા

(10:12 pm IST)