Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

ધોરાજીમાં ભારત બંધને ૫૦ ટકા સમર્થન

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૮ : ધોરાજીમાં આજે ભારત બંધના એલાનના અનુસંધાને અમુક વિસ્તાર બંધ રહ્યો હતો અને અમુક વિસ્તાર ખુલ્લો રહ્યો હતો. જય ધોરાજી માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ સંપૂર્ણ બંધ પાળીને વિરોધ દર્શાવ્યો હતો.

કિસાન કાયદા વિરૂદ્ઘ આજે સમગ્ર ભારત બંધનું એલાન ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું હતું. જેને અનુસંધાને ધોરાજી શહેરમાં વેપારીઓ દ્વારા બંધ રાખવામા આવ્યું હતું.

ધોરાજીનો સ્ટેશન રોડ, જમનાવડ રોડ, ત્રણ દરવાજા શાક માર્કેટ, ગેલેકસી ચોક વિસ્તારો સજ્જડ બંધ રહ્યા હતા. જયારે દરબારગઢ, સોની બજાર જેતપુર રોડ નવા બસ સ્ટેન્ડ ચોક વગેરે વિસ્તારો ખુલ્લા રહ્યા હતા.

ધોરાજીના ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ કેન્દ્ર સરકારના કૃષિ કાયદાને ખેડૂત વિરોધી કાયદો જણાવ્યો હતો.

ભારત બંધના પગલે ધોરાજી પોલીસ ઇન્સ્પેકટર હુકુમતસિંહ જાડેજા, પીએસઆઈ નયનાબેન કદાવાલા, શૈલેષ વસાવા અને સ્ટાફ દ્વારા ચુસ્ત બંદબસ્ત એને પેટ્રોલિંગ કરવામા આવ્યું હતું.

(2:50 pm IST)