Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

જુનાગઢ પંથકમાં કોંગીજનોની અટકાયતઃ ઝાલણસરમા ટાયરો સળગાવ્યા

કૃષિ બિલના વિરોધમાં બંધ કરાવવા નીકળતા વંથલી, કેશોદ, ભેંસાણની અટકાયતી પગલાઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૮ : કૃષિ બિલના વિરોધમાં આજે ભારત બંધનું એલાન છે. દરમ્યાન ગુજરાતમાં ૧૪૪ ની કલમ લાગુ કરાઇ છે છતા જુનાગઢ જિલ્લાના વંથલી, કેશોદ અને ભેંસાણમાં બંધ કરાવવા નીકળેલા કોંગીજનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

કૃષિ કાયદા રદ કરાવવા મુદે દિલ્હીની સરહદ પર ેલ્લા ૧૩ દિવસની ખેડુતો જંગે ચડયા છે. અને આજે ભારત બંધનું એલાન આપવામાં આવીેલ.

દરમ્યાન ગુજરાતમાં બંધના એલાન દરમ્યાન રાબેતા મુજબ છે. તે માટે રાજયભરમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. રસ્તા રોકડવા બંધ કરાવનારાઓ  ગુનો દાખલ કરી ધરપકડના આદેશ જારી કરવામાં આવેલ છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવા સુચના આપવામાં આવી છે.

જુનાગઢ જિલ્લામાં પણ ડીઆઇજી મન્નીદર સિંઘ પ્રતાપસિંઘની સુચનાથી એસપી રવિ તેજા વાસમ શેટી દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવીને વોચ રાખવામાં આવી રહી છે.

એસ.પી રવિ તેજા વાસમ શેટીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે વંથલી, કેશોદ અને ભેંસાણમાં બંધ કરાવવા કોંગ્રેસના આગેવાનો કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે ૧૪૪ કલમનો ભંગ કરનાર સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દરમ્યાન જુનાગઢના ઝાલણ સર ગામે સવારે કિસાન ંસંઘના આગેવાનોએ બંધના સમર્થનમાં ટાયરો સળગાવીને રોષ વ્યકત કર્યો હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢમાં સ્થિતિ રાબેતા મુજબ છે દોલતપરા સ્થિત માર્કેટીંગ યાર્ડ શરૂ  રાખવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ ખેડુતોએ આજે પોતાની જણસી વેચવા માટે નહિ આવી સ્વયંભુ બંધ પાળેલ હોવાનું જાણવા મળેલ છે.

(1:01 pm IST)