Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

દિપડા હાલના હુમલાઓ

છેલ્લા ૧૦ મહિનામાં અનેક હુમલાઓ કરાયા

અમદાવાદ, તા.૮ :  અમરેલીના બગસરા સહિતના પંથકોમાં માણસનું લોહી ચાખી ગયેલા માનવભક્ષી દિપડાનો ભયાનક આંતક વધતો જાય છે, આજે સતત ત્રીજા દિવસે માનવભક્ષી દિપડાએ એક મહિલાને શિકાર બનાવવાના પ્રયાસમાં તેની પર જોરદાર હુમલો કર્યો હતો અને મહિલાને ગળા, આંખ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. દિપડા દ્વારા હાલમાં મહિનામાંઓમાં કરવામાં આવેલા હુમલા નીચે મુજબ છે.

*   ૧-૨૬ ફેબ્રુઆરી ૨૦૧૯ : ચલાલાના ગોપાલગ્રામમાં અઢી વર્ષના એભલ કિશોરભાઈ વાઘેલા નામના બાળકને ફાડી ખાધો

*   ૨-૨૮ જૂન ૨૦૧૯ : તાલાલાનાં જેપુર ગામમાં લઘુશંકાએ ગયેલા હીરીબેન ગોસિયા નામના ૬૫ વર્ષીય વૃદ્ધા દીપડાએ વૃદ્ધાને ફાડી ખાધા

*     ૩-૨૦ સપ્ટેમ્બર ૨૦૧૯ : ખાંભાના મુંજીયાસરમાં નનુબેન રામભાઈ પરમાર (ઉં.વ.૭૦)ને દિપડાએ એક કિ.મી સુધી ઢસડી ફાડી ખાધા

*     ૪-૨૮ સપ્ટેમ્બર ૨૦૧૯ : અમરેલીના ચાંદ ગઢમાં ચિરાગ પારશીંગભાઈ કટારા નામના ૬ વર્ષના બાળકને ફાડી ખાધો

*     ૫-૨૯ સપ્ટેમ્બર ૨૦૧૯ : ધારીના મોણવેલમાં મનસુખભાઇ અરજણભાઈ વાળા અને કરશનભાઈ ભીમાભાઈ સગઠિયા નામના સાળા બનેવીને દીપડાએ મારી નાખ્યા કટકે કટકા કરી દીધા

*     ૬-૨૦ સપ્ટેમ્બર ૨૦૧૯ : વિસાવદરના પીંડાખાઈમાં ઘરની ઓસરીમાં સુતેલા ૬૦ વર્ષીય વાલાભાઈ માણદભાઈ મારૂને ફાડી ખાધા

*     ૭-૨૫ ઓક્ટોબર ૨૦૧૯ : બગસરાના મુંજીયાસરમાં નાગજીભાઈ પટોળીયા નામના વૃદ્ધને દીપડાએ મારી નાખ્યા

*     ૮-૧૭ નવેમ્બર ૨૦૧૯ : બગસરાના રફાળામાં પરપ્રાંતીય ખેતમજૂરની બાળકીને ફાડી ખાધી

*     ૯- ૦૫ ડિસેમ્બર ૨૦૧૯ : બગસરાના મુંજીયાસરના વજુભાઇ બોરડ નામના ૫૫ વર્ષીય ખેડૂતને દીપડાએ ફાડી ખાધા

*     ૧૦-૭ ડિસેમ્બર ૨૦૧૯, બગસરાની સીમ વિસ્તારમાં છગનભાઈ ધીરાભાઈ ઉંમર ૪૦ ખેત મજૂર દીપડાએ ફાડી ખાધા

(9:48 pm IST)