Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

કચ્છમાં પશુઓ ચરાવવા મુદ્દે બે જૂથ વચ્ચે ધીંગાણું : બન્ને પક્ષના ૧૩ ઘાયલ: પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

અબડાસા તાલુકાના બાંડિયા ગામે બે જૂથો વચ્ચે અથડામણ

ભુજ :કચ્છના અબડાસા તાલુકાના બાંડિયા ગામે બે જૂથો વચ્ચે આજે અથડામણ થઈ હતી. પશુઓ ની ચરિયાણ માટેની જમીન ના મુદ્દે રબારી અને મુસ્લિમ સમાજના પશુપાલકો સામસામે આવી ગયા હતા. બોલાચાલી, ગરમાગરમી પછી બે જૂથો બાખડી પડતાં બન્ને પક્ષે ૧૩ લોકો ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  આ ઘટનાને પગલે પોલીસ બાંડિયા ગામે દોડી ગઈ છે અને બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સોશ્યલ મીડીયા માં વાયરલ થઈ રહેલા મેસેજને પગલે લોકોને અફવાઓ થી દુર રહેવા પણ જણાવાયું છે.

(6:49 pm IST)