Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

પાલીતાણા પંથકમાં 12 વર્ષીય બાળા પર દુષ્કર્મના ત્રણ આરોપીઓ ઝડપાયા : માતાની ભૂમિકા અંગે તર્કવિતર્ક

માતાની હાજરીમાં સગીરા સાથે વારંવાર દુષ્કર્મ :પિતાને પણ ઘેન આપી માતા સગીર દીકરી સાથે દુષ્કર્મ કરાવતી હોવાની ચર્ચા

પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 12 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. જેના ગણતરીના કલાકોમાં જ પોલીસે ત્રણ આરોપીને દબોચી લીધા છે. જેમાં આરોપી શાંતિ ધંધુકિયા, બાબુ સરતાનપરા, ચંદ્રેશ સરતાનપરાને પોલીસે ઝડપી પાડ્યા છે. જયારે હજુ એક મહિલા ફરાર છે.

 પ્રાથમિક માહિતી મુજબ જે મહિલા આ દુષ્કર્મની ઘટનામાં સામેલ છે તે બીજી કોઈ નહિ પરંતુ સગીરાની માતા છે. એટલે કે માતાની હાજરીમાં સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.

 આ ઘટનામાં હજુ અનેક રહસ્યો બહાર આવે એવું લાગી રહ્યું છે. જેમાં સગીરાને ઘેન આપી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય તેવી પણ વિગતો મળી રહી છે. તો બીજી તરફ એવી વાતો પણ બહાર આવી છે કે સગીરા ના પિતાને ઘેન આપી માતા સગીર દીકરી સાથે દુષ્કર્મ કરાવતી હોવાનું પણ ચર્ચાય રહ્યું છે.

(5:40 pm IST)