Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

પોરબંદરમાં નશાબંધી ખાતા દ્વારા સવા કરોડના દારૂનો નાશ

પોરબંદરઃ ગાંધીભૂમિ પોરબંદરમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે લાખો રૂપિયાનો દેશી-વિદેશી દારૂ પકડતો હોય છે આ મુદામાલ જપ્ત કરી અલગ અલગ પોલીસ મથકોમાં સાચવવામા આવતો હોય છે.  પોરબંદરનુ નશાબંધી ખાતુ  દારુના દુષણને નાથવા ભરપૂર પ્રયત્નો  કરે  છે.લોકજાગૃતિના અભાવે  લાખો રૂપિયાનો  માલ પોરબંદર જિલ્લાની સરહદોમાંથી કબજે થતો હોય છે.

પોરબંદર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન હેઠળ બીનકાયદેસર હેરાફેરીમા છેલ્લા એક વર્ષમાં  અંદાજે ૧ કરોડ ૩૦ લાખથી વધુના વિદેશી દારૂની હજારો બોટલોનો ૩૧ ડિસેમ્બર ર૦૧૯ નુ વર્ષ પુરુ થાય તે પહેલા જ નાશ કરી નાખવામાં આવ્યો હતો.

(12:54 pm IST)