Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ગિરનાર પંડીત દિનદયાળ પર્વતાર રોહણ કેન્દ્ર દ્વારા તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત

જૂનાગઢ તા.૮: રાજયના યુવકપ્રયુવતીઓને સાહસિક પ્રવૃત્તિઓ તરફ અભિમુખ કરવા તથા તેમનામાં પડેલ સુષુપ્ત શકિતઓને બહાર લાવવા માટે આ કચેરીના નિયંત્રણ હસ્તકની પર્વતારોહણ સંસ્થા / કેન્દ્રે ધ્વારા નીચે મુજબની સાહસિક પ્રવૃત્તિઓનું આયોજન કરવા જણાવ્યુ હતુ. ગુજરાતના કોઇપણ દુર્ગમ પહાડી વિસ્તારમાં / ડુંગરાળ વિસ્તારમાં દર વર્ષે ૧૦ દિવસ માટે ભ્રમણ (ટ્રેકીંગ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં રાજ્યનાં ૧૩ જિલ્લાઓમાંથી એડવેન્ચર કેમ્પમાં ભાગ લેનાર ૮ થી ૧૩ વર્ષની વયજુથનાં ૭૦ બાળકો અને ૧૮૦ જેટલા ખડક ચઢાણ તાલીમ કેમ્પમાં જોડાનાર તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં પ્રાચાર્થશ્રી કનુભાઇ કરકરનાં અધ્યક્ષ સ્થાને અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નૈષભ મકવાણાની પ્રેરક ઉપસથિતીમાં યોજાઇ ગયો. આ તકે સફળ તાલીમાર્થીઓને પ્રોત્સાહક પ્રશસ્તી પત્ર સહ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

(11:37 am IST)