Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

તલાલા(ગીર)માં જલારામ જયંતિની ભવ્ય ઉજવણી

અન્નકોટ દર્શન-મહાપ્રસાદ-મહાઆરતી-રંગોળી સ્પર્ધા અને શોભાયાત્રા-દાંડિયા રાસ, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શ્રદ્ધાળુઓ ઉમટયા : લોહાણા જ્ઞાતિનું સ્નેહ મિલન પણ યોજાયું

તાલાલા ગીર, તા. ૮: તાલાલા શહેરમાં ઉના રોડ આવેલ પ્રસિદ્ધિ સંત શિરોમણી શ્રી જલારામ બાપાનું મંદિર આવેલુ છે. શ્રી જલારામ જયંતિના પાવન પુણ્યશાળી અવસરે શ્રી જલારામ મંદિર ખાતે શ્રી જલારામ જયંતિના આગલા દિવસે તા.રના રોજ તાલાલા શહેરના દરેક રઘુવંશીઓના ઘરે સુંદર કલાત્મક રંગોળી કરવામાં આવેલ હતી જે રંગોળી કરવામાં રર દિકરીઓએ ભાગ લીધેલ હતો.

જલારામ જયંતિના પાવન પર્વે શ્રી જલારામ બાપના મંદિર સવારના ૭-૩૦ કલાકે અન્નકોટ દર્શન તેમજ સવારે ૮ કલાકે ઢોલ-નગારા અને શંખોદ્વારાથી મહાઆરતી કરવામાં આવેલ હતી તેમજ ત્યારબાદ લોહાણા જ્ઞાતિનું સ્નેહ મિલન, ચા-નાસ્તાનો કાર્યક્રમ યોજાયેલ હતો. તેમજ શ્રી જલારામ જયંતિના પાવન પર્વે સવારના ૧૦ કલાકે વાજતે-ગાજતે શરણાઇના સૂરો સાથે જય જયકારના ઘોષથી જય જલીયાણ-જય જલારામના નારાથી ભવ્ય શોભાયાત્રા હજારોની મેદની સાથે નીકળેલ હતી જે શોભાયાત્રા શ્રી જલારામ મંદિરેથી નીકળેલ હતી જે તાલાલા શહેરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરી તાલાલા શ્રી લોહાણા મહાજનવાડી ખાતે પહોંચી હતી.

આ કાર્યક્રમ શ્રી જલારામ મંદિર દ્વારા યોજાયેલ હતો. આ ઉપરાંત જલારામ જયંતિના દિવસે તાલાલાની લોહાણા મહાજનવાડીમાં લોહાણા મહાજન દ્વારા બપોરે ૧ર-૩૦ કલાકે સમૂહ જ્ઞાતિનું ભોજન (પ્રસાદ) તેમજ સાંજના ૭ કલાકે જ્ઞાતિ ભોજન બંને ટાઇમ જ્ઞાતિ પ્રસાદ યોજાયેલ હતું. ર૦૦૦ જ્ઞાતિજનોએ પ્રસાદ લીધેલ હતો. રાત્રીના ૧૦ વાગ્યાથી દાંડીયારાસ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલ.

લોહાણા મહાજન વાડીના પાર્ટી પ્લોટમાં યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી લો.મ.ના પ્રમુખશ્રી યોગેશભાઇ અનડકટ, શ્રી જલારામ મંદિરના પ્રમુખશ્રી પરેશભાઇ રાયચુરા, અમીતભાઇ ઉનડકટ, દિપકભાઇ માંડવીયા, મુકેશભાઇ તન્ના, પ્રતાપભાઇ ઉનડકટ, યુવા રઘુવંશી વગેરએ જહેમત ઉઠવી હતી

(11:33 am IST)