Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ઓખા-ભાવનગર ટ્રેઇનમાં અકસ્માતે ઘાયલ અજાણ્યા વૃધ્ધનું મોત

દ્વારકા તા ૮  :  ઓખા ભાવનગર પેસેન્જર ટ્રેઇન દ્વારકા રેલ્વે સ્ટેશને પહોંચ્યા બાદ દ્વારકા નજીક જ એક અજાણ્યા વૃધ્ધને અકસ્માત નડતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને ગંભીર ઇજાઓને લીધે જામનગર રીફર કરવામાં આવ્યા હતા. જેમનું સારવાર દરમ્યાન ગતરાત્રિના મોત નીપજેલ. અજાણ્યા વૃધ્ધની ઉંમર આશરે ૬૫ વર્ષ તેમજ શરીરે મજબુત બાંધાના તેમજ રંગે ઘંઉવર્ણ, સફેદ કલરનો ઝભ્ભો બનીયના, લેંઘો તેમજ ફાળીયું પહેરેલ હોય, જેની ઓળખ, વાલીવારસને જાણ તેમજ તથા વધુ વિગત માટે રેલ્વે પોલીસના ભરતસિંહ હનુભા, (મો.૭૯૮૪૭ ૦૦૪૮૨) અથવા (૦૨૮૮-૨૭૫૫૨૫૬) ઉપર સંપર્ક સાધવા રેલ્વે પોલીસની યાદીમાં જણાવાયું છે.

(11:27 am IST)