Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

વિજયભાઇ રૂપાણી ચોટીલાની મુલાકાતેઃ ભાજપનાં શિક્ષણ વર્ગમાં ઉપસ્થિતી

ઓચીંતી મુલાકાત ગોઠવાતા તંત્રમાં દોડધામઃ ભાજપના હોદેદારોને માર્ગદર્શન આપશે

વઢવાણ તા. ૮ :.. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આજે અચાનજક જ એક બેઠક આયોજન હાથ ધરાતા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે બપોરના અઢી વાગ્યાના અરસામાં હેલી કોપ્ટર મારફતે ચોટીલા પહોંચનાર છે. જેથી વહીવટી તંત્રમાં ભારે ભાગદોડ મચી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ભાજપ પક્ષ દ્વારા ચૂંટાયેલા પદ અધિકારીઓના પ્રા. શિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્ગમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવી રહ્યા છે.

સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર-બોટાદ, મોરબી, કચ્છ અને રાજકોટ જિલ્લાના તમામ પાલિકામાં ભાજપના ચૂંટાયેલા સદસ્યોને પંડિત દિન દયાલ અને વાજપઇજીની વિચાર ધારા થી વિકાસના કાર્યોમાં કાર્યરત રહેવા પ્રજાના પ્રતિનીધીઓને એક દિવસીય શિક્ષા આપવાનો વર્ગ ચોટીલામાં યોજવામાં આવ્યો છે.

જેમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી બપોરે ર.૩૦ કલાકે હેલીકોપ્ટર દ્વારા પ્રા. શિક્ષણ વર્ગમાં હાજરી આપવા આવી પહોંચશે.

(2:02 pm IST)