Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

માર્ગદર્શિકાનું પાલન વગર મગફળીના પાકનું ક્રોપ કટીંગ:ધારાસભ્ય વસોયાએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર

સરકાર ગાય મારી અને કુતરાને ધરાવવાનું કામ કરતી હોવાનો આરોપ

ધોરાજી :ધારાસભ્ય લલિત વસોયાએ પ્રધાનમંત્રી પાક વિમા યોજનાની માર્ગદર્શિક પ્રમાણે મગફળીનું ક્રોપ કટિંગ ન થતુ હોવાને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખ્યો છે. તેઓએ લખેલા પત્રમાં માર્ગદર્શિકા પાલન કર્યા વગર જ મગફળીના પાકનું ક્રોપ કટિંગ કરવાની પ્રક્રિયા ચાલતી હોવાનો ઉલ્લેખ કર્યો છે

  પત્રમાં સરકાર ગાય મારી અને કુતરાને ધરાવવાનું કામ કરતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે.ગામ અને સર્વે નંબરની પ્રક્રિયા ખોટી રીતે થઈ રહી હોવાનો પણ આક્ષેપ છે.

(1:14 pm IST)