Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

કલા પ્રતિષ્ઠાન આયોજીત રાષ્ટ્રીય કલાયજ્ઞમાં ભાણવડની તપોવનભૂમિ પર 'રાણીની વાવ' નો કલાસર્જનના જોરે સપ્તરંગી જીર્ણોધ્ધાર કર્યો

ભાણવડમાં કલા પ્રતિષ્ઠાન દ્વારા યોજાઇ ગયેલ કલાયજ્ઞ-૨૦૧૮ માં ખ્યાતિપ્રાપ્ત ચિત્રકારોએ રાણીની વાવની શિલ્પકલાને પીંછી વડે કાગળ પર ઉતારી હતી

ભાણવડ તા ૫ :  કલા અને કલાકારોના ઉત્થાન માટે કલાગુરૃં જશુભાઇ નાયકની પ્રેરણા અને અધ્યક્ષ છગનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત કલા પ્રતિષ્ઠાનનો ૧૩ મો રાષ્ટ્રીય કલાયજ્ઞ ઇતિહાસવિદ નરોતમ પલાણની અધ્યક્ષતમાં ભાણવડની પુરુષાર્થ સંસ્થાની ભરડા ડુંગરની સાનિધ્યમાં આવેલા ઘુમલી ઘાર પર આવેલી તપોવનભૂમિ ખાતે યોજાઇ ગયો હતો.

કલાપ્રતિષ્ઠાનના મહામંત્રી રમણીકભાઇ ઝાપડીયા તથા તેની વ્યવસ્થાપક અને સંકલન સમિતિ તેમજ ભાણવડની પુરૂષાર્થ સંસ્થાના સભ્યોની મહેનતે રંગ લાવી ભાણવડના આંગણે અદ્ભુત અને વિરલ આયોજન સિધ્ધ કરી બતાવ્યું હતું આ કલા યજ્ઞમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિપ્રાપ્ત ૫૦ ચિત્રકારો એક છત નીચે એકત્રિત થઇ આશરે ત્રણ દિવસ સુધી દિવસ રાત કામ કરી પાટણની ઐતિહાસિક અને ગુર્જરભૂમિની વિશેષ ધરોહર અને યુનેસ્કો વર્લ્ડ હેરીટેજમાં અને ભારતીય ચલણી નોટમાં જેનેસ્થાન આપવામાં આવ્યું છે જેની કલા અને શિલ્પકલા અદ્ભુત છેતેવી રાણીની વાવના આશરે ૪૫૦ કરતા વધુ ફોટોગ્રાફ પરથી પોતાની મંજાયેલી પીંછીના જોરે સપ્તરંગી કલાસર્જન દ્વારા કુલ ૧૭૬ શિલ્પ ચિત્રોને આબેહુબ રીતે કાગળ પર ઉતાર્યા હતા જેનું હવે દસ્તાવેજીકરણ દ્વારા ટેલીફિલ્મ અને કેટલોક તૈયાર કરવામાં આવશે ત્યારબાદ કેન્દ્ર સરકાર તેમજ દેશની પ્રજા સામે રળીયાત કરવામાં આવશે.

ગઇકાલે ગાંધીજયંતિના દિવસે કલાયજ્ઞનુૅ સમાપન કરવામાં આવ્યુ અને ૫૦ ચિત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલ રાણીની વાવની શિલ્પકલાના ૧૭૬ ચિત્રોને પ્રદર્શન માટ ેમુકવામાં આવ્યા હતા. જૈનું નિરીક્ષણ અને ચિત્રકારોની કલાને બિરદાવવા માટેકલા ક્ષેત્રેના તથા સામાજીક મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા સમાપન સમારોહ દરમ્યાન ભાણવડની આસપાસના પંથકના કલાની સાધનાઆરાધના અને ઉપાસના કરતાકલાસાધકો જેમાં પટેલ રાસમંડળી લતીપુર વાળા મહેન્દ્રભાઇ આણદાણી, ખંભાળીયાના રાષ્ટ્રીય તસ્વીરકાર જામ ખંભાળીયાના જીતુ જામ તેમ લોક સાહિત્યકાર માલદેવભાઇ આહિર સહિતનાનું '' ગુર્જર કલાભુષણ'' માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સમાપન કાર્યક્રમમાં કલાપ્રતિષ્ઠાનના મહામત્રી રમણીકભાઇ ઝાપડીયાએ અધ્યક્ષ નરોતમ પલાણ  સંસ્થાના ટ્રસ્ટી ભીમશીભાઇ કરમર તથા  શાળાના આચાર્ય ખુશાલભાઇ શીલુ તથા કાજલબેન પાનેરાનું કલા પ્રતિષ્ઠાન વતી સન્માન કર્યુ હતું અને ઉપસ્થિત તમામ ૫૦ ચિત્રકારોને પણ સન્માનિત કર્યા હતા. (૩.૪)

(12:13 pm IST)