Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

પદયાત્રીકોની સેવા માટે કચ્છ આવેલા મોરબીના યુવકનું ડેમમાં ડુબી જવાથી મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૮ :  ગઈકાલે રવિવારે પદયાત્રીઓ ની સેવા થી ધમધમતા મથલ કેમ્પના સેવાભાવી યુવાનના અકસ્માત મોતથી શોકનું મોજું ફરી વળ્યું છે. નખત્રાણા પોલીસના જણાવ્યા પ્રમાણે મોરબીનો ૨૬ વર્ષનો નરેશ મોહનભાઇ દામલોટ નામનો યુવાન મથલ પદયાત્રીઓની સેવા માટેના કેમ્પમાં સેવા કરવા આવ્યો હતો. ગઈકાલે તે મથલ ડેમ માં ન્હાવા પડ્યો ત્યારે તે અકસ્માત ડૂબી ગયો હતો, ડૂબી જવાથી તેનું મોત નીપજયું હતું. મૃતકને હોસ્પિટલ લાવનારા મનોજ લાખાભાઈ ભટ્ટીએ આ માહિતી પોલીસને જણાવી હતી.(૨૧.૧૩)

(12:06 pm IST)