Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ધીંગાણું :સરપંચને ઠપકો આપવા જતા મારામારી :ચાર લોકોને ગંભીર ઇજા

ઘાયલોને ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડાયા :ગામમાં અજંપો

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ધીંગાણું થતા ચાર લોકો ઘાયલ થયા છે જાણવા મળ્યા મુજબ કોઈ બાબતે સરપંચને ઠપકો આપવા જતા છૂટા હાથની મારામારીની ઘટના બની છે

  મારામારીની આ ઘટનામાં ચાર  લોકોને ગંભીર ઇજા પહોંચતા ચારેયને 198 એમ્બ્યૂલન્સ મારફતે ઉના સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનામાં ઇજા પામનાર લોકો જેઓની હાલમાં ઉના સિવિલમાં સારવાર ચાલી રહી છે

(11:50 am IST)