Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ભાવનગરમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં છ શખ્શોને ૧૧,૪૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવનગર એલસીબી

ભાવનગરમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા છ શખ્શોને 11.400ના મુદામાલ સાથે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલએ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફને ભાવનગર શહેર -ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદ્દી નેસ્તનાબુદ કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપવામાં આવેલ.

  ભાવનગર એલ.સી.બી.નાં સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ભાવનગર,રામમંત્ર મંદિર પાસે આવતાં પો.કો. શકિતસિંહ ગોહિલને બાતમી મળેલ કે કાળીયાબીડ,સચીદાનંદ હોલ પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટનાં અંજવાળે અમુક ઇસમો જુગાર રમે છે

  બાતમીવાળી જગ્યાએ આવી રેઇડ કરતાં જાહેરમાં ગંજીપતાનાં પાનાં વડે તીનપતીનો હારજીતનો જુગાર રમતાં છ લોકો ગંજીપાનાંનાં પાના, રોકડ ૧૧,૪00નાં મુદ્દામાલ સાથે મળી આવતાં તમામ મુદ્દામાલ કબ્જે કરી તેઓ તમામ વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. 

  જુગાર રમતા ઝડપાયેલામાં ધીરૂભાઇ લાખાભાઇ મકવાણા (ઉ.વ.૪૯ ) ( રહે.મારૂતિનગર,શીતળામાંનાં મંદિર પાસે,ભાવનગર) રમેશભાઇ ઉર્ફે કાળુ ભગવાનભાઇ જેતાણી (ઉ.વ.૫૦ ) (રહે.રામનગર, કાળીયાબીડ,ભાવનગર) દિનેશભાઇ બચુભાઇ વેગડ (ઉ.વ.૩૮) ( રહે.મોટા ખોખરા તા.ઘોઘા જી.ભાવનગર) વિપુલભાઇ ધીરુભાઇ ચુડાસમા (ઉ.વ.૨૭ )(રહે.દેવરાજનગર પાસે, મફતનગર,ભાવનગર) મહેશભાઇ હિંમતભાઇ મકવાણા (ઉ.વ.૨૯) ( રહે.શાકમાર્કેટ પાસે, ભરતનગર,ભાવનગર)સંદિપભાઇ તેજાભાઇ મકવાણા (ઉ.વ.૨૬)( રહે.સીદસર, નવાપરા, ભાવનગર)નો સમાવેશ થાય છે

 ,જાહેરમાં ગંજીપતાનાં પાનાં વડે તીનપતીનો હારજીતનો જુગાર રમતાં છ ઇસમને કુલ ૧૧,૪૦૦ના મુદ્દામાલ સાથે સાથે પકડી પાડવામાં ભાવનગર એલ.સી.બી.ને સફળતા મળેલ છે.

  આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા, પો.સબ ઇન્સ. એન.જી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં અનિરૂધ્ધસિંહ રાણા પરાક્રમસિંહ ગોહિલ, ભયપાલસિંહ ચુડાસમા, મીનાજભાઇ ગોરી, શકિતસિંહ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં

(7:07 pm IST)