Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

નેશનલ લેવલ ની મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET માં ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર તાલુકાના છાત્રોએ ડંકો વગાડ્યો.

સામાન્ય પરિવાર ના બાળકો જિલ્લા કક્ષા એ જળક્યા :કોડીનારના વડનગર ગામના ૨ સગા ભાઈ - બહેન જિલ્લા કક્ષાએ ઝળક્યા.

કોડીનાર :તાજેતરમાં નેશનલ લેવલ ની મેડિકલ એન્ટરાન્સ પરીક્ષા NEET માં ગીર સોમનાથ જિલ્લા કક્ષા એ કોડીનાર તાલુકા ના સામાન્ય પરિવાર માંથી આવતા અને સોમનાથ એકેડેમીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ જિલ્લા કક્ષા એ શ્રેષ્ઠ પરિણામ લાવી તાલુકાનું નામ રોશન કર્યું છે કોડીનાર તાલુકા ના વડનગર ગામે દરજી કામ કરી ગુજરાન ચલાવતા હસમુખભાઈ જીવનભાઈ ગોહિલની પુત્રી વૈભવીએ નીટ પરીક્ષા માં ૬૨૨ માર્ક મેળવ્યા છે જ્યારે પુત્ર કુલદીપએ નિટ પરીક્ષા ૫૮૯ માર્ક મેળવ્યા છે જ્યારે તાલુકા ના પણાદર ગામના સુથારી કામ કરી ગુજરાન ચલવતા દિલીપભાઈ નારણભાઈ વૈંશ ના પુત્ર સત્યેશ એ નિટ પરીક્ષા માં ૫૩૭ માર્ક મેળવી આ ત્રણેય બાળકોએ જિલ્લા કક્ષા એ ટોપ રેન્ક મેળવી તાલુકાનું અને પોતાની સ્કૂલ સોમનાથ એકેડેમીનું નામ રોશન કર્યું છે આ તકે સોમનાથ એકેડેમી ના પ્રમુખ કરશનભાઈ સોલંકી દ્વારા આ ત્રણેય બાળકો ને સન્માનિત કરાયા હતા

 આ તકે ત્રણેય બાળકો એ પોતાની સફળતા નો શ્રેય પોતાના વાલી અને સોમનાથ એકેડેમી ના શિક્ષકો ને આપી ભવિષ્ય માં આગળ વધી મેડિકલ ક્ષેત્રે દેશ સેવા માં મોટું યોગદાન આપી લોક સેવા કરવા ની તૈયારી બતાવી હતી ત્યારે હાજર સૌ લોકો એ તેમને બિરદાવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છેકે સોમનાથ એકેડેમી દ્વારા છેલ્લા ઘણા વર્ષો થી સાયન્સ શેત્રે ઉત્તમ પરિણામ આપતી જિલ્લા ની સંસ્થા છે ગત વર્ષે પણ NEET માં આ શાળા ના બાળકો એ ઉત્તમ પરિણામ લાવ્યું હતું

(1:24 am IST)